પ્રેરણાત્કમ પ્રસંગ । ઘરડાં જ ગાડાં વાળે !
વૃદ્ધો ન હોય અર્થાત્ જ્ઞાનવૃદ્ધો, અનુભવવૃદ્ધો, વિનાનું મંડળ કે સભા એ સભા નથી, અને જ્યાં સંતો ન હોય તે પ્રદેશ રહેવા લાયક નથી.
![]() |
પ્રતિકાત્મક તસવીર |
એક અત્યંત ધનવાન શેઠને મંદિર બનાવવાની ઇચ્છા થઈ. ભવ્ય શિવમંદિર બનાવ્યું. અઢળક ધન ખર્ચ્યંુ છતાં ઘણું ધન બચ્યું. તેમણે વધેલું ધન, સોનું વગેરે ગુપ્ત જગ્યાએ દાટી દીધાં. ચોપડામાં નોંધ કરી કે મહાશિવરાત્રિના દિવસે બીજા પહોરમાં શિખરમાં ધન ચણી લીધું છે.
શેઠના મૃત્યુ પછી તેમના દીકરાએ ચોપડાની નોંધ વાંચી. ધન મેળવવા માટે મંદિરનું શિખર ઉતરાવ્યું પણ કશું મળ્યું નહિ, મૂંઝાણો. કોઈકે સલાહ આપી કે દલાકાકાની સલાહ લે... એ વૃદ્ધ ખેડૂતની ? હા, આખું ગામ એની સલાહ લે છે. એમને મળીને વાત કરી. મહાશિવરાત્રી નજીક હતી. એ દિવસે, જે સમય ચોપડામાં લખ્યો હતો તે બીજા પહોરે મંદિરે પહોંચ્યા. તેમણે જે જગ્યાએ શિખરનો પડછાયો પડતો હતો ત્યાં ખોદવા કહ્યું, અને સોનામહોરો ભરેલો ચરુ નીકળ્યો.
ઘરડાં ગાડાં વાળે તેનો અર્થ સમજાવતી એક ઉક્ત્તિ પણ છે.
न सा सभा यत्र
न सन्ति वृद्धा : |
त्याज्यो स देशः
यत्र न सन्ति साधवः ॥
વૃદ્ધો ન હોય અર્થાત્ જ્ઞાનવૃદ્ધો, અનુભવવૃદ્ધો, વિનાનું મંડળ કે સભા એ સભા નથી, અને જ્યાં સંતો ન હોય તે પ્રદેશ રહેવા લાયક નથી.
Read More -
માણસે પોતે નક્કી કરવાનું છે કે તેણે પોતાના શત્રુ બનવું છે કે મિત્ર?
https://www.gujaratikemchho.in/2020/08/geeta%20and%20people%20friedns.html
ગુજરાતને જાણવું હોય તો
https://www.gujaratikemchho.in/2018/07/gujarat-chhe-amaratdhara-sairam-dave.html