બડમિન્ટનની પાવર ગર્લ સાયના નહેવાલ


બડમિન્ટનની પાવર ગર્લ સાયના નહેવાલ


હરિયાણાનું એક નાનકડું હિસ્સાર ગામ. ગામની એક આઠ વર્ષની નાનકડી છોકરી રોજ સવારે છ વાગે ઊઠી, ઝટપટ તૈયાર થઈ પોતાના પપ્પાની કારમાં ગોઠવાઈ જાય છે. પપ્પા 20 કિલોમીટરનું અંતર કાપી એ છોકરીને દરરોજ એક બડમિન્ટન ટ્રેનિંગ અકેડેમીમાં પહોંચાડે છે. કાચના માર્ગદર્શન હેઠળ બે કલાક જોરદાર અને સખત બડમિન્ટનની પ્રક્ટિસ કરે છે. પછી પપ્પા તે છોકરીને ત્યાંથી શાળાએ પહોંચાડે છે.
શાળામાં આખ્ખો દિવસ ભણ્યા બાદ પપ્પા તે છોકરીને ઘરે લાવે છે. સવારે છ વાગ્યાથી સાંજના ઘરે પહોંચે ત્યાં સુધી પ્રેક્ટિસ, ભણતર અને પ્રવાસથી થાકેલી એ છોકરી ઘરે આવીને પણ પપ્પા કે મમ્મીના ખોળામાં સૂવાને બદલે મમ્મી સાથે બડમિન્ટનની પ્રેક્ટિસ કરે છે. આજે એ નાનકડી છોકરી 21 વર્ષની થઈ ગઈ છે. બડમિન્ટનમાં ભારતનું ગૌરવ બની છે. આલિમ્પિક સંઘને તે ભવિષ્યની બડમિન્ટન ચમ્પિયન લાગે છે. બડમિન્ટનમાં તે આજે વર્લ્ડ ટાપ થ્રીમાં પહોંચી ગઈ છે. જ્યાં આજ સુધી કોઈ પણ ભારતીય મહિલા પહોંચી નથી. હિસ્સારની આ જાટ છોકરી એટલે બડમિન્ટનની ક્વીન, પાવર ગર્લ, સાયના નહેવાલ.

***
સાયના નહેવાલ, ભારતની ચમ્પિયન તરીકે સાનિયા મિર્ઝા પછી ઊગતું અને ઝળહળતું નામ. સાયના નહેવાલની રુચિ સપ્નાં જોવામાં નહિ, પણ સખત મહેનત કરી સપ્નાં પૂર્ણ કરવામાં છે. સખત અને અથાક પરિશ્રમથી મંઝિલ મેળવવી તેની ખાસિયત છે અને માટે જ તે આજે તેના રંગ, ‚પ કે મીડિયાના કારણે નહિ, પણ પોતાની સખત મહેનત અને બડમિન્ટનના રેકેટના જોરે વિશ્ર્વ ચમ્પિયન બની છે.
ઇન્ડિયન આપ્ન ગ્રા. પ્રી.માં ગોલ્ડ મેડલ, સિંગાપુર સુપર સિરિઝમાં ચમ્પિયન અને પછી ઇન્ડોનેશિયા આપ્ન સુપર સિરિઝમાં ગોલ્ડ મડલ. છેલ્લા 21 દિવસમાં વિશ્ર્વસ્તરના ત્રણ મડલ મેળવી જીતની હટ્રિક કરી સાયના નહેવાલે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.
યુવાનોને ક્રિકેટમાંથી ટેનિસ તરફ વાળવામાં સાનિયા મિર્ઝા બાદ હવે સાયનાના આ પ્રદર્શનથી બડમિન્ટન તરફ પણ યુવાનોનું ધ્યાન જ‚ર આકર્ષિત થશે. 17 માર્ચ, 1990માં જન્મેલી સાયનાની આ સિદ્ધિથી ખુશ થયેલા તેના પિતા હરવીર સિંહનું કહેવું છે કે નાનકડી સાયનાએ જ્યારે પહેલી વાર શટલ કાક (મેદાન) જોયું તો તે ખુશ થઈ ગઈ. હંમેશાં ગુમસુમ રહેતી સાયના મેદાનને જોઈ ઊછળી પડી. મને લાગ્યું કે સાયનાને આ રમત ગમે છે. બસ, ત્યારથી જ મેં સાયનાના હાથમાં રેકેટ પકડાવી દીધું. બસ ! પછી તો તેની મહેનતે તેને આજે આ સિદ્ધિ અપાવી છે.
બડમિન્ટન સાયનાના જીન્સ(વારસા)માં છે. તેના પિતા હરવીર સિંહ બડમિન્ટનમાં હરિયાણાના ચમ્પિયન રહી ચૂક્યા છે, તો તેની માતા ઉષા નહેવાલ પણ બડમિન્ટનની ખેલાડી છે.
આજે સાયનાએ સાબિત કરી દીધું છે કે માત્ર ખ્યાતિ અને પ્રસિદ્ધિથી જ નહીં પણ સખત પરિશ્રમ, જીદ, કટિબદ્ધતા, એકાગ્રતા અને ઝનૂનથી જ જીત મેળવી શકાય છે. પોતાનું સર્વસ્વ હોડમાં મૂકીને આક્રમકતા અને સંયમના સંતુલનથી હરીફના પડકારનો સામનો કેવી રીતે કરવો તે સાયનાને સારી રીતે આવડે છે. સાયનાની આ ખાસિયત છે. આત્મવિશ્ર્વાસથી સાયના જ્યારે મેદાને ઊતરે છે ત્યારે તે કોઈનાથી પણ ગભરાતી નથી. દમદાર ખેલાડી સામે પણ સાયના એકાગ્રતાથી મચ રમે છે. પોતાની આવડત, કળા, પ્રતિભા અને ક્ષમતાનું સુંદર પ્રદર્શન કરીને જ તે ચમ્પિયન બની છે. ખૂબ જ એકાગ્રતાથી આક્રમક બડમિન્ટન રમી મહત્ત્વપૂર્ણ ક્ષણોમાં સાયના હરીફ ખેલાડીઓની તમામ યુક્તિઓને નાકામિયાબ બનાવી દે છે. તેની જબરજસ્ત મહેનતથી સાયનાના કાચ ચકિત થઈ ગયા છે. કાચ પુલેલા ગોપીચંદનું કહેવું છે કે સાયના હંમેશાં સો ટકા નહીં, પણ બસ્સો ટકા કરવામાં વિશ્ર્વાસ રાખે છે. સાયના હરીફની ખામીઓનો ફાયદો ઉઠાવી આક્રમકતાથી શાટ મારી હરીફને હંફાવવામાં માહેર છે. તે હંમેશાં પોતાની ખામીઓમાંથી કંઈક નવું શીખ્યા કરે છે. તેની આ ખાસિયતે જ તેને આજે આ સફળતા અપાવી છે.
સાયનાની ઉપલબ્ધિઓ
ઇન્ડોનેશિયા સુપર સિરિઝ 2010 વિજેતા પદક
સિંગાપુર સુપર સિરિઝ 2010 ચમ્પિયન
ઇન્ડિયા આપ્ન ગ્રાન્ડ પ્રીક્સ 2010 ગોલ્ડ મડલ
ઈન્ડોનેશિયા સુપર સિરિઝ 2009 વિજેતા પદક
વર્લ્ડ જુનિયર ચમ્પિયન 2009 ચમ્પિયન
ચીની તાઈવે જીવી ગોલ્ડ 2008 વિજેતા
ફિલીપીન્સ આપ્ન 2006 વિજેતા

- હિતેશ સોંડાગર

ટિપ્પણીઓ નથી:

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.