જિમનાસ્ટીકનો ઊગતો સૂરજ : આશિષ કુમાર
ખૂબ જ ગરીબીમાં મોટો થયેલો આશિષ કુમાર આજે ભારતનો જિમનાસ્ટીકનો હીરો છે. આશિષ કુમારે કોમનવેલ્થ ગેઈમ્સની વાલ્ટ સ્પર્ધામાં સિલ્વર અને ફ્લોર એક્સરસાઇઝમાં કાંસ્ય પદક મેળવી એક ઇતિહાસ રચ્યો છે. આશિષ ભારતનો પહેલો જિમનાસ્ટીક છે જેણે કોમનવેલ્થ ગેઈમ્સની જિમનાસ્ટીકની સ્પર્ધામાં મડલ મેળવ્યા હોય. કંઈક કરી બતાવવું છે, દુનિયામાં નામ કરવું છે, તે લક્ષ્ય સાથે રેલવેમાં ચતુર્થ શ્રેણીમાં કામ કરતા પિતાનો આ 19 વર્ષીય પુત્ર અનેક મુસીબતો વેઠી આજે સફળ થયો છે. આજે તેની સફળતાથી તેને રેલવેમાં નોકરી પણ મળી ગઈ છે. મડલ જીત્યા પછી આશિષ કુમારે કહ્યું કે હું મારા માતા-પિતા માટે એક સુંદર ઘર બનાવવા માગું છું. આ મડલ જીતી આજે હું ખુશ છું પણ મારી મંજિલ હજુ પૂરી નથી થઈ. આ તો મારી મંજિલ સુધી પહોંચવાની શઆત છે.
ટિપ્પણીઓ નથી: