રાહુલ ગાંધીને આરએસએસ અને સિમીમાં કોઈ ફરક દેખાતો નથી!
રાહુલ ગાંધીની નાદાની કે અજ્ઞાની?
- હિતેશ સોંડાગર
સંત કબીરનો એક પ્રસિદ્ધ દુહો છે કેઽ
એસી વાણી બોલીએ મન કા આપા ખોયે,
ઓરોં કો શીતલ કરે આપ હુ શીતલ હોયે.
જેમ બાણમાંથી છૂટેલું તીર પાછું ફરતું નથી તેમ મુખેથી નીકળેલા બોલ પણ પાછા ફરતા નથી, માટે બોલતા પહેલાં સો વાર વિચારો કે તમે શું બોલી રહ્યા છો અને તે સમાજહિતમાં છે કે કેમ? જો કે આજના નેતાઓની વાણીમાં ‘સમાજહિત’ કરતાં ‘સ્વહિત’ વધુ હોય છે. નેતાઓનો વાણી પર સંયમ રહ્યો નથી. દેશહિત કે સમાજહિતની પરવા કર્યા વિના સ્વહિત માટે, વોટબઁક માટે નેતાઓ ગમે તેમ જીભ વાળવા તૈયાર થઈ જાય છે. થોડા દિવસ પહેલાં આપણા ગૃહપ્રધાન ચિદમ્બરમે્ ભગવો આતંકવાદ (સેફ્રોન ટેરર) શબ્દ વાપરી મુસ્લિમોને અને આતંકવાદીઓને ખુશ કરવાની કોશિશ કરી હતી. અયોધ્યાના ચુકાદા બાદ મુસ્લિમોને સારું લગાડવા દેશની પરવા કર્યા વિના મુલાયમે કહ્યું હતું કે મુસ્લિમોને બરાબર ન્યાય મળ્યો નથી. હાલ કાશ્મીરના યુવા મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પાકિસ્તાનનું ખેંચી રહ્યા છે તો બીજી બાજુ કાઁગ્રેસના યુવા મહાસચિવ રાહુલ ગાંધી પણ હવે મુસ્લિમોને ખુશ કરવા ફ્રન્ટમાં આવી ગયા છે. રાહુલ ગાંધીને હવે આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) અને આતંકવાદી સંગઠન સિમી (સ્ટુડન્ટ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા)માં કોઈ ફરક દેખાતો નથી. મધ્યપ્રદેશના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આરએસએસ અને સિમી કટ્ટરવાદી સંસ્થાઓ છે અને બંને સંસ્થાઓ કટ્ટરવાદી વિચારોનો ફેલાવો કરે છે. રાહુલ ગાંધીનું આવું બેજવાબદાર અને બિનવાજબી નિવેદન એ વાતનો સંકેત આપે છે કે કાઁગ્રેસને અત્યાર સુધી મુસ્લિમ વોટબઁક વિના ચાલતું નહોતું અને ભવિષ્યમાં પણ મુસ્લિમ વોટબઁક વિના ચાલશે નહિ. માટે મુસ્લિમોને ખુશ કરવા કાઁગ્રેસ વારંવાર રાષ્ટ્રહિત કે સમાજહિત વિરુદ્ધનું કૃત્ય કરતી આવી છે. રાહુલ ગાંધી અત્યાર સુધી માત્ર ગરીબોના ઘરમાં ખાતા-પીતા-ઊંઘતા રહ્યા છે પણ તેમનું બનાવટીપણું સૌને ખબર છે. દિલ્હી યુનિ.માં રાહુલ ગાંધીની યુવા બ્રિગડેની થયેલી હાર અને અયોધ્યા ચુકાદા પછી કાઁગ્રેસને ક્યાંક ને ક્યાંક તેની પડતી આવવાનો સંકેત મળી ગયો છે (એમાંય વળી રાહુલના નિવેદન પછી ગુજરાતની કોર્પોરેશનની ચૂંટણીમાં કાઁગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે) માટે હવે મુસ્લિમ વોટબઁકને મજબૂત કરવા કાઁગ્રેસે રાહુલ ગાંધીને મેદાને ઉતાર્યા હોય તેમ લાગે છે. પણ કાઁગ્રેસે એ વાત યાદ રાખવી જોઈએ કે યે પબ્લિક હૈ... સબ જાનતી હૈ... બાકી રહી વાત આરએસએસ અને સિમીની, તો એમાં પણ હું એ જ કહીશ કે યે પબ્લિક હૈ... સબ જાતની હૈે. આરએસએસ એક રાષ્ટ્રવાદી સમાજસેવી સંગઠન છે અને સિમી એક આતંકવાદી સંગઠન છે. હવે દેશના યુવાનેતા હોવાને નાતે તેમને રાષ્ટ્રવાદી, સમાજસેવી અને આતંકવાદી શબ્દ વિશે તો જાણ હોવી જ જોઈએ ને!
લાગે છે કે દેશના રાજકારણને સુધારવા નીકળેલા આ યુવાનેતાને દેશનો અને સંઘનો ઇતિહાસ બરાબર ખબર નથી. ખબર હોત તો સંઘને સિમી સાથે સરખાવવાની ભૂલ ન કરત. સંઘ હંમેશાં રાષ્ટ્રવાદી સેવાકીય કાર્યો સાથે જોડાયેલુ રહ્યો છે. હિન્દુ સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિનો સમાનાર્થી શબ્દ ગોતવો હોય તો તે ‘આરએસએસ’ છે. સંઘની રાષ્ટ્રભક્તિ પર શંકા ઉપજાવવી એટલે કાળી ડિંબાગ રાત ને દિવસ કહ્યા બરાબર કહેવાય.
રાહુલ ગાંધીને એ વાતની ખબર નહિ હોય પણ આઝાદી પહેલાં જ્યારે મહાત્મા ગાંધી પોતાના વર્ધા આશ્રમની સામે સંઘ દ્વારા લગાવેલા એક શિબિરની મુલાકાતે ગયા તો સંઘના સ્વયંસેવકોનું અનુશાસન, શિસ્ત જોઈને બાપુ દંગ રહી ગયા હતા. જાતિ-ધર્મ જેવી અસ્પૃશ્યતામાં ન માનનારા આ સ્વયંસેવકોને જોઈને ગાંધીજીએ કહ્યું હતું કે આવા અનુશાસિત કાર્યકર્તાઓ જો કાઁગ્રેસ પાસે હોય તો ‘આઝાદીનું આંદોલન’ અંગ્રેજોને દેશ છોડવા ખૂબ ઝડપથી મજબૂર કરી શકશે. આજે એ જ કાઁગ્રેસનો ભાવિ નેતા સંઘને કટ્ટરવાદી ગણે છે. મહાજન સમાજવાદી ચિંતક અને લોકનેતા ડા. રામમનોહર લોહિયાએ પણ સંઘ વિશે કહ્યું હતું કે જો મારી પાસે સંઘ જેવું સંગઠન હોત તો હું સમગ્ર દેશમાં માત્ર પાંચ વર્ષમાં જ એક સમાજવાદી સમાજની સ્થાપ્ના કરી શકું છું. આ ઉપરાંત સંઘની પ્રશંસા ખુદ પં. નહેરુ પણ કરી ચૂક્યા છે. 1962માં ભારત-ચીન યુદ્ધ સમયે દેશના સૈનિકોનું મનોબળ વધારવા અને લોકોની હિંમત વધારવા સંઘના સ્વયંસેવકોએ એ નાગરિક ક્ષેત્રોમાં જઈને કાર્યો કર્યાં હતાં અને તેને જોઈને સ્વયં નહેરુએ પણ સંઘની રાષ્ટ્રભક્તિની પ્રશંસા કરી હતી. ત્યાર પછી 26મી જાન્યુઆરીએ સંઘના સ્વયંસેવકોને પરેડમાં ભાગ લેવા નિમંત્રણ પણ મળ્યું હતું અને સંપૂર્ણ ગણવેશધારી સ્વયંસેવકોએ પરેડમાં ભાગ પણ લીધો હતો. 1965ના ભારત-પાકિસ્તાનના યુદ્ધ સમયે પણ સંઘે દેશની આંતરિક સુરક્ષા માટે પોલીસકર્મીઓ સાથે કદમથી કદમ મીલાવી દેશહિતમાં કામગીરી કરી હતી.
સંઘના સ્વયંસેવકોના મુખેથી હંમેશાં ‘ભારતમાતા કિ જય’નો જયઘોષ સાંભળવા મળે છે. શું હિન્દુસ્થાનમાં હિન્દુ સંસ્કૃતિની વાત કહેવી ગુનો છે? એ વાત સાચી છે કે સંઘ ભારતીય સંસ્કૃતિનું વિશ્ર્વવિદ્યાલય છે. સંઘ વારંવાર હિન્દુ ગૌરવની વાત કરે છે. એનો મતલબ એ નથી કે સંઘ મુસ્લિમ વિરોધી છે. સંઘની શાખામાં આજે પણ હજારો મુસ્લિમો આવે છે. સંઘ હંમેશાં મુસ્લિમોની ઓળખને ભારતની સંસ્કૃતિમાં શોધતું રહ્યું છે. સંઘ હંમેશાં કહેતું રહ્યું છે કે ભારતના મુસ્લિમો મૂળ‚પે ભારતીય છે. તેમના પૂર્વજોના અને આપણા પૂર્વજોમાં કોઈ ફરક નથી. સંઘનું માનવું છે કે હિન્દુસ્તાનમાં રહેનારા બધા જ હિન્દુ છે. ધર્મ બદલવાથી રાષ્ટ્રીયતા બદલાતી નથી.
માટે રાહુલ ગાંધીએ પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો અને સિમીનો ઇતિહાસ જાણી લેવો જોઈએ. રાહુલ ગાંધીના વડવાઓએ જ સંઘને ‘રાષ્ટ્રભક્તિથી’ નવાજ્યું છે. સંઘ અને સિમીની સરખામણી કરી જ ન શકાય. સિમી એક આતંકવાદી પ્રતિબંધિત સંગઠન છે. દેશમાં જેટલા પણ આતંકવાદી હુમલાઓ થયા છે તેમાં સિમીના કાર્યકર્તાઓની અચૂક સંડોવણી બહાર આવી જ છે. રાહુલ ગાંધીએ જ્યારે આ નિવેદન કર્યું ત્યારે કેટલાક વડીલ કાઁગ્રેસી નેતાઓએ તેમને ઇશારો કર્યો હતો કે સિમી પર પ્રતિબંધ છે પણ આરએસએસ પર કોઈ પ્રતિબંધ નથી. પણ રાહુલ ગાંધીને એક લીટીનો ભૂતકાળ કોઈએ કહી દીધો હશે કે સંઘ પર પણ પ્રતિબંધ લાગ્યો હતો. પણ એ વાત અલગ હતી, એનાથી સંઘ અને સિમીની સરખામણી ન થઈ શકે. મહાત્મા ગાંધીની હત્યા બાદ સંઘ પર પ્રતિબંધ જ‚ર લાગ્યો હતો પણ બાપુની હત્યામાં સંઘના એક પણ સ્વયંસેવકનો હાથ ન હતો. સંઘ તેમાંથી 24 કેરેટ સોનાની જેમ બહાર આવ્યું હતું. હિન્દુ મહાસભાના નેતા સાવરકરજીને પણ બાપુની હત્યા માટે ગિરફતાર કરવામાં આવ્યા હતા, પણ સાવરકરની દલીલ સામે કોઈની દલીલ ચાલી ન હતી અને અંતે તેમને નિર્દોષ જાહેર કરી છોડવા પડ્યા હતા. આજ સુધી સાવરકરની રાષ્ટ્રભક્તિ પર કોઈ કાઁગ્રેસી પ્રશ્ર્નાર્થ લગાવી શક્યો નથી. સંઘની સ્થાપ્ના ડા. હેડગેવારજીએ હિન્દુઓનું મજબૂત સાંસ્કૃતિક સંગઠન સ્થાપિત કરવા કરી હતી. રાહુલે એ વાત ન ભૂલવી જોઈએ કે 1947માં ભારતના ભાગલા પડ્યા ત્યારે પણ સંઘના સ્વયંસેવકોએ પશ્ર્ચિમ પાકિસ્તાન (પંજાબ)માં ઘરે ઘરે ફરી હિન્દુઓની રક્ષા કરી હતી. 1971માં જ્યારે ઇન્દિરા ગાંધીએ બાંગ્લાદેશને આઝાદી અપાવવા પાક સાથે યુદ્ધ છેડ્યું હતું ત્યારે પણ ઇન્દિરા ગાંધીએ જનસંઘના નેતા અટલબિહારી વાજપેયીજીની મુલાકાત લઈને દિલ્હીની સલામતી જોવાનું કામ સંઘને આપ્યું હતું અને આરએસએસે તેને સહર્ષ રીતે નિભાવ્યું પણ હતું. એટલું જ નહીં જ્યારે પણ દેશમાં કુદરતી આપત્તિ આવી પડી છે ત્યારે ત્યારે આરએસએસના સ્વયંસેવકોએ ભેદભાવ વિના માનવસેવા કરી છે ગુજરાતનો ભૂંકપ હોય કે કાશ્મીરનો ભૂંકપ હોય, કંડલાનું વાવાઝોડું હોય કે લેહ-લદ્દાખનું પૂર હોય, સંઘના સ્વયંસેવકો હંમેશાં માનવધર્મ નિભાવતા રહ્યા છે. એક સમયે જ્યારે ઇન્દિરા ગાંધીએ ગુરુજી ગોલવલકરજીને સંઘ વિશે પૂછતાં કહ્યું હતું કે, લોકો સંઘને સાંપ્રદાયિક શા માટે કહે છે? ત્યારે ગુરુજીએ શ્રીમતી ગાંધીને ટૂંકો ને ટચ જવાબ આપતા કહ્યું હતું કે સત્ને આંચ શું? જ્યારે તમારું કે બીજા કોઈ રાજકીય પક્ષનુ સરઘસ નીકળે છે તો દુકાનદાર પોતાની દુકાન ડરીને બંધ કરવા લાગતા હોય છે, પરંતુ જ્યારે સંઘનું સરઘસ રસ્તા પરથી પસાર થતું હોય છે તો એ જ દુકાનદાર પોતાની દુકાન ખુલ્લી રાખે છે. તેને પૂરો વિશ્ર્વાસ હોય છે કે આ સંગઠન અનુશાસિત સંગઠન છે અને તેના સ્વયંસેવકો ક્યારે પણ નુકસાન નહીં પહોંચાડે. ગુરુજીનો આ ઉત્તર સાંભળી ઇન્દિરા ગાંધી પણ નિરુત્તર થઈ ગયાં હતાં પણ રાહુલ ગાંધી આ સંગઠનને હવે હિંસક બતાવી રહ્યા છે.
જો કે સંઘને તેનાં કાર્યો ગણાવવાની જ‚ર નથી. સંઘને અને તેના સ્વયંસેવકોને પોતાની પ્રસિદ્ધિની કંઈ પડી પણ નથી. પણ જ્યારે ગંદા રાજકારણ અને વોટબઁકના કારણે એક રાષ્ટ્રભક્તિથી ભરપૂર સંગઠનને બદનામ કરવાની કોશિશ થાય ત્યારે તેનો ઇતિહાસ, તેનાં કાર્યો લોકો સમક્ષ મૂકવાં ખૂબ જ‚રી છે. બાકી રહી રાહુલ ગાંધીના નિવેદનની વાત, તો ખુદ રાહુલ ગાંધી પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશે સારી રીતે જાણે છે. આ તો સ્ક્રીપ્ટમાં લખાયું હશે એટલે બોલાઈ ગયું! બાકી રાહુલ ક્યાં પોતાની જીભથી બોલે છે? તેની જીભ તો તેની પાછળ રહેતા વિચારકોની છે જે કાઁગ્રેસને મુસ્લિમ વોટ અપાવવા માગે છે...