ભારતનો સુપર પાવર બનવા તરફનો એક્સપ્રેસ હાઈવે


ઇન્ફર્મેશન ટેક્નોલોજીઆઈટી

ભારતનો સુપર પાવર બનવા તરફનો એક્સપ્રેસ હાઈવે

હિતેશ સોંડાગર

21મી સદીમાં ભારત એ સારી રીતે સમજી ગયું છે કે ‘સુપર પાવર કન્ટ્રી’ બનવા તરફનો ભારતનો માર્ગ ‘ઇન્ફર્મેશન ટેક્નાલાજી’ (આઈટી)ના સુપર હાઈવે પરથી જ પસાર થાય છે. અક્ષય કુમાર - ઐશ્ર્વર્યાની ‘એક્શન રીપ્લે’ ફિલ્મની જેમ આપણી રીયલ જિંદગીનો 70-80નો દાયકો જરા યાદ કરી જુઓ. એક્શન રીપ્લે ફિલ્મની જેમ જ 70-80નો એ દાયકો આપણને ‘સુપર ફ્લોપ’ લાગશે! આઈટી વગરની એ અજબની દુનિયા તમને અત્યારે ગજબની લાગશે. યાદ કરો આજથી અઢી દાયકા પહેલાં જો કોઈને અડધી રાત્રે વીસ-ત્રીસ હજારની જ‚ર પડતી તો શું થતું? પાડોશી સામે હાથ ફેલાવવા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. બઁકમાં આપણા પૈસા ઉપાડવા કે ભરવા જવાની લાંબી લાંબી લાઇન પણ તમને યાદ જ હશે! લાલ ચોપડામાં લખાતા જમા-ઉધારના હિસાબો પણ તમને યાદ જ હશે! પણ આજે સ્થિતિ બદલાઈ છે. અડધી રાત્રે પણ તમે એટીએમ (ઓટોમેટેડ ટેલર મશીન)માંથી પૈસા ઉપાડી શકો છો, બઁકની લાંબી લાંબી લાઇનોમાં હવે ઊભા રહેવાની જ‚ર નથી. e-Commerce દ્વારા ઘેર બેઠાં બેઠાં માઉસની ક્લિકે તમે લાખ્ખો ‚પિયાની ખરીદી કરી શકો છો. ફરવા જવા કે ખરીદી કરવા જતા પહેલાં ખિસ્સામાં ‚પિયાની થોકડી લઈ જવાની હવે જ‚ર નથી. ડેબિટ અને ક્રેડિટ કાર્ડ હવે તમારી સેવામાં હાજર છે. આજે વિદેશમાં બેઠેલો ડાક્ટર વીડિયો કોન્ફરન્સ દ્વારા અમદાવાદના દર્દીની સારવાર કરી શકે છે. હવે સ્નેહીજનને અથવા અન્ય કોઈ વ્યક્તિને સંદેશો પહોંચાડવા ટપાલ લખી ત્રણ દિવસ રાહ જોવાની જ‚ર નથી. મોબાઈલ કે કોમ્પ્યૂટરના કિ-બોર્ડ - કિ-પેડ પર આંગળીનાં ટેરવાં ફેરવી ‘વિધિન અ સેકન્ડ’માં ગમે તેવો સંદેશો, ડોક્યુમેન્ટ તમે મોકલી શકો છો. વિદેશમાં ભણવા ગયેલા પુત્ર-પુત્રીને ઈ-મેઈલ કરી શકો છો, લાઇવ વાતચીત કરી શકો છો, છેલ્લા અઢી દાયકામાં આ કમાલ થઈ છે. ભારતમાં ઇન્ટરનેટ, મોબાઈલ, ટેલિકોમ્યુનિકેશન્સ, બઁકિંગ સર્વિસ, ટેલિવિઝન ચેનલ્સ અને ઇન્ફર્મેશન ટેક્નાલાજીમાં થયેલા વિકાસના કારણે આ બધું આપણે સહેલાઈથી કરી શકીએ છીએ. આ બધી કમાલ છેલ્લા અઢી દાયકાથી આપણા રોજબરોજના જીવનનો હિસ્સો બની ગઈ છે.

આઈટી : ભારતમાં શ‚આત

આજથી ચાર-પાંચ દાયકા પહેલાં ઇન્ફર્મેશન ટેક્નાલાજીની શ‚આત ભારતમાં થઈ હતી. એમાં પણ 1951માં તત્કાલીન શિક્ષણમંત્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદે ભારતમાં (ખડકપુરમાં) સર્વપ્રથમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નાલાજીની સ્થાપ્ના કરી અને ભારતના યુવાઓમાં એન્જિનિયર બનવાની હોડ લાગી. ધીરે ધીરે ભારતના અદ્ભુત ટેકનોક્રેટ્સ એન્જિનિયરો બહાર પડવા લાગ્યા. પછી પરિસ્થિતિ એવી પેદા થઈ કે ભારતના ઉદ્યોગો આ એન્જિનિયરોને લઈ શકે તેના કરતાં વધુ એન્જિનિયરો બહાર પડવા લાગ્યા. એ વખતે અમેરિકામાં એન્જિનિયરોની ખૂબ માંગ હતી. ત્યાં આપણા એન્જિનિયરોને ફૂલવા-ફાલવાનો અવસર પણ મળ્યો અને તે દાયકામાં ભારતના વિદ્યાર્થીઓમાં અમેરિકા જઈ રિસર્ચ કરવાનો ટ્રેન્ડ શ‚ થયો. 1960 સુધીમાં લગભગ દસ હજાર જેટલા ભારતીય એન્જિનિયરો અમેરિકામાં રિસર્ચ કરવા ગયા. અમેરિકાએ પણ વીઝામાં છૂટછાટ આપતાં આ ટ્રેન્ડે વધુ વેગ પકડ્યો.1980 સુધીમાં તો દેશભરની ઇન્સ્ટિટ્યૂશન્સમાંથી એટલા બધા એન્જિનિયરો બહાર પડવા માંડ્યા કે આપણું બુદ્ધિધન અમેરિકા ઉપરાંતના દેશોમાં પણ રોજગારી અને રિસર્ચ માટે જવા માંડ્યું. વિશેષજ્ઞો નોંધે છે કે નેવુના દાયકાની શ‚આત સુધીમાં ભારતના યુવાનોનો વિદેશો ભણી ઝોક ટેક્નાલાજી પ્રેરિન હતો. એમાં પણ એન્જિનિયર પ્રકારની ડિગ્રીઓ લેનારા યુવાનોનું પ્રમાણ વધુ હતું.ભારતીય ટેલેન્ટઆ બધાની વચ્ચે ભારતના યુવાનોમાં ટેક્નાલાજી પ્રત્યેનો ટ્રેન્ડ જોઈ ભારતમાં પણ 1975માં ‘નેશનલ ઇન્ફર્મેટિક્સ સેન્ટર (એનઆઈટી)ની સ્થાપ્ના થઈ. બીજી બાજુ ભારતીય યુવાનો પોતાની મહેનત, પરિશ્રમ અને બુદ્ધિથી અમેરિકામાં ડંકો વગાડી રહ્યા હતા. 1990 સુધીમાં અસ્થાયી રીતે ગયેલા ભારતીય યુવાનો ત્યાં સ્થાયી થઈ ગયા હતા. આવા સમયે અમેરિકામાં સ્થિર થયેલા આ ભારતીય એન્જિનિયરો, ટેકનાક્રેટસને ભારતમાં તૈયાર થતા યુવાનોમાં રસ જાગ્યો. આઈટીમાં ભારતના એન્જિનિયરો બુદ્ધિમત્તાથી આગળ આવતા રહ્યા.એવામાં 1999માં વાઈ-ટુ-કે નામનો ખતરો આઈટી ક્ષેત્ર પર પેદા થયો. વાઈ-ટુ-કે (Y2K) એટલે એવો વાઈરસ જે કોમ્પ્યૂટરમાં 2000ની સાલ આવવાની સાથે જ તમામ ડેટા ઝીરો કરી નાખશે. ઇન્ફર્મેશન ટેક્નાલાજીની દુનિયાના વિજ્ઞાનીઓએ આ પ્રોજેક્ટ પાર પાડવામાં ભારતીયોની મદદ લીધી અને એ સાથે ભારતીય સોફ્ટવેર તજ્જ્ઞો દુનિયાભરમાં છવાઈ ગયા. ત્યાર બાદ ડોટ કોમ ક્રાંતિ આવી. બીપીઓ અને કેપીઓના બિઝનેસ માડેલમાં ભારતીયોએ દુનિયાભરના તજ્જ્ઞોને હંફાવ્યા. આજથી 25 વર્ષ પહેલાં ભારતમાં જ્યારે આઉટસોર્સિંગની શ‚આત થઈ ત્યારે કોઈપણ દેશની નજર આ બિઝનેસ પર નહોતી. ભારતે તેની શ‚આત કરી અને નિશ્ર્ચિત રીતે ભારતને તેનો ફાયદો પણ થયો. પછી ટેલિફોન ક્રાંતિને કારણે સુવિધાઓ સસ્તી થઈ અને આઉટસોર્સિંગનો બિઝનેસ ભારતમાં વૃદ્ધિ પામ્યો. હાલ આ બિઝનેસ એટલો બધો વધી ગયો છે કે અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ ઓબામાને પણ કહેવું પડે છે કે ‘સે નોટ ટુ બેંગલોર’ એટલે કે અમેરિકન કંપ્નીઓ પોતાનું કામ ભારતને નહિ પણ અહીંના બેકાર યુવાનોને આપો. પણ ભારતના લોકોની ચોક્કસાઈ અને ગુણવત્તા અને ઓછા દામની નીતિ અમેરિકાની કંપ્નીઓને વધુ ગમી ગઈ છે.

ઈ-ક્યુ-ક્યુ એડ્વાન્ટેજ

ભારતના લોકો આઈટી ક્ષેત્રે વધુ સફળ થયા તેનાં પણ ઘણાં કારણો છે. દુનિયા બદલાતી હોય ત્યારે વિશ્ર્વના અન્ય દેશો ભારત કરતાં કેમ પાછળ રહી જાય? આ પ્રશ્ર્ન પણ ઉદ્ભવ્યો. આઈઆઈટી કાનપુરના પૂર્વ પ્રોફેસર અને હાલ બેંગલોરમાં ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેક્નાલાજીના નિર્દેશક પ્રોફેસર તરીકે કાર્યરત એસ. સદગોપ્ન આ પ્રશ્ર્નનો જવાબ આપતાં જણાવે છે કે ભારતને ‘ઇક્યુક્યુ એડ્વાન્ટેજ’ મળ્યો છે.ઈક્યુક્યુ એટલે કે ઇંગ્લિશ, ક્વાલિટી અને ક્વાન્ટિટી. સદગોપ્નના મતે ઈ-ક્યુ-ક્યુ એડ્વાન્ટેજના કારણે જ ભારત બીજા દેશો કરતાં જેવા કે ચીન, ફિલિપ્ન્સિ, આયરલેન્ડ અને ઇઝરાયલથી આગળ નીકળી ગયું છે. પ્રોફેસર કહે છે કે ચીન ક્વાન્ટિટી અને ક્વાલિટીની બાબતે ભારતથી આગળ છે પણ તેમને અંગ્રેજીની સમસ્યા નડે છે. ફિલિપ્ન્સિ જેવો દેશ ક્વાલિટીમાં માર ખાય છે અને આયરલેન્ડ - ઇઝરાયલ જેવા દેશ ક્વાન્ટિટીમાં ભારતની બરાબરી કરી શકે તેમ નથી. માટે આઈટી ક્ષેત્રે આગળ આવવામાં ભારતને ઈ-ક્યુ-ક્યુ એડ્વાન્ટેજ વધુ મદદગાર છે.

વિદેશનીતિમાં પરિવર્તન

1991માં ભારતે પોતાની વિદેશનીતિમાં ધરખમ ફરે કર્યા. લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનની નીતિ ભારતે અપ્નાવી. પરિણામે 1991માં ભારતમાં વિદેશ સંચાર નિગમ લિમિટેડ - બીએસએનએલ સર્વિસની શ‚આત થઈ, જેના દ્વારા ઇલેક્ટ્રોનિક મેઈલ સર્વિસની શ‚આત થઈ. 1992 સુધીમાં ઇન્ટરનેટની બોલબાલા પણ વધવા લાગી. બહુરાષ્ટ્રીય કંપ્નીઓને ભારતમાં મોટું બજાર દેખાયું. ભારતની વિદેશનીતિ બદલાતાં વિદેશી કંપ્નીઓનું ભારતમાં આગમન થયું. પરિણામે ભારતની કંપ્નીઓને ઇન્ટરનેશનલ લેવલની સ્પર્ધા મળી. ભારતીય કંપ્નીઓએ પણ આ વિદેશી કંપ્નીઓને ટક્કર આપવા કમર કસી. બિઝનેસ વધતો ગયો, પરિણામે યુવાનોમાં તેનુ શિક્ષણ લેવાનો વ્યાપ વધ્યો. અભ્યાસક્રમમાં ક્રાંતિકારી ફેરફારો થયા. આઈટીની સાથે સંકળાયેલા બીએસસીઆઈટી, એમએસસીઆઈટી, બીસીએ, એમસીએ, ઈ-કોમર્સ જેવા કોર્સિસ શ‚ થયા. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન ટેક્નાલાજી - આઈઆઈટી જેવી સંસ્થાઓ શ‚ થઈ. એન્જિનિયરિંગની શાળામાં કમ્પ્યૂટર, આઈટી, ઇન્ફર્મેશન એન્ડ ટેલિકોમ્યુનિકેશન્સ વગેરે સ્પેશિયલાઇઝેશનનો ઉમેરો થયો. એમબીએ જેવા મેનેજમેન્ટ કોર્સિસ પણ કોમ્પ્યૂટર, આઈટી, ઈ-કોમર્સ વગેરે ક્ષેત્રોમાં વિશેષ ઉપલબ્ધ બનવા માંડ્યા.

આઈટીને કાયદાનું રક્ષણ

આમ ભારતમાં આઈટી ક્ષેત્રે પ્રગતિ થતી ગઈ. સાનુકૂળ સમયના કારણે ફળદ્રુપ માહોલ મળ્યો અને ભારતીયો આઈટી ક્ષેત્રે છવાતા ગયા. 2000ની સાલ સુધીમાં અમેરિકામાં 17 લાખ જેટલા ભારતીયો આ ક્ષેત્રે કાર્યરત થઈ ગયા. આજની તારીખે અમેરિકન અંતરિક્ષ સંસ્થા - નાસા, ગૂગલ, માઇક્રોસોફ્ટ, એચપી જેવી કંપ્નીઓમાં અને અમેરિકન યુનિવર્સિટીઓ તથા હવે તો અમેરિકન સરકારમાં પણ ભારતીયોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી છે. આ દરમિયાન ભારતમાં સામ પિત્રોડાની ટેલિકોમ ક્રાંતિએ પણ દેશની ગતિ વધારી. 1999માં ભારતે નવી ટેલિફોન પાલિસી ઘડી. આઈટી ક્ષેત્રે ભારતનો દબદબો વધતાં આઈટી સેક્ટરને વ્યવસ્થિત કાયદાકીય સ્વ‚પ આપવામાં આવ્યું. 2001માં આઈટી અક્ટ ઘડવામાં આવ્યો અને આ સાથે ઈ-વ્યવહારો અને ઈ-વેપારને કાયદાનું રક્ષણ મળ્યું.

આઈટી ક્ષેત્રે હાલ વિશ્ર્વમાં ભારત નંબર વન છે. હાલ ભારતની કુલ જીડીપી (સકલ ઘરેલું ઉત્પાદન)માં 5.19% જેટલો ફાળો આઈટી અને તેને લગતી નિકાસનો છે. માત્ર આઈટીની જ વાત કરીએ તો 1990માં ભારતમાં ભારતની કુલ નિકાસમાં આઈટીનો હિસ્સો માત્ર 1% જ હતો જે માત્ર છેલ્લા એક દાયકામાં 18% સુધી પહોંચ્યો છે. ભારતના જીડીપીનો 40% હિસ્સો આજે માત્ર ટેક્નાલાજીને કારણે વિકસેલ સર્વિસ સેન્ટરમાંથી આવે છે. ભારતમાં સૌથી વધુ રોજગારી આપ્નારું ક્ષેત્ર આજે આઈટી છે. એક અંદાજ પ્રમાણે દર વર્ષે માત્ર ભારતમાંથી પ.50 લાખ એન્જિનિયરો બહાર પડે છે.આઈટી હાલ ભારતના અર્થતંત્રનો મુખ્ય આધાર છે. ભારતનો આઈટી ઉદ્યોગ હાલ ફૂલ ટેક ઓફ પોઝિશનમાં છે. માત્ર ભારતમાં હાલ 50 લાખથી વધારે યુવાનો આઈટી સેક્ટરમાંથી સીધી કે આડકતરી રીતે ઊડીને આંખે વળગે તેવી કમાણી કરી રહ્યા છે. ભારતીય બીપીઓ સેક્ટર 15 અબજ ડાલરને પાર કરી ગયું છે. અહીં પણ 25 દેશના 10 થી 12 લાખ કર્મચારીઓ કમાણી કરી રહ્યા છે. ભારતે ગયા વર્ષે જ આઈટી ઉદ્યોગમાંથી 75 અબજ ડાલર અને આઈટી સર્વિસમાંથી 31 અબજ ડાલરની કમાણી કરી હતી. અમેરિકામાં સબપ્રાઇમ હોમલોન ક્રાઈસીસ અને વૈશ્ર્વિક મંદી હોવા છતાં ભારતનું ઇન્ફર્મેશન ટેક્નાલાજી ક્ષેત્ર સતત નવી સિદ્ધિઓ હાંસલ કર્યા કરે છે. અમેરિકામાં મંદીની અસર ત્યાંના આઈટી ક્ષેત્ર પર પડી છે, પરંતુ તેના કારણે ભારતમાં આઈટી ક્ષેત્રને સીધો લાભ થયો છે. ભારતનું આ એક માત્ર ક્ષેત્ર છે જેને મંદી નડી નથી.

આઈટીમાં ભારતનો ડંકો

ભારતમાં આઈટી ક્ષેત્રની પ્રગતિની હરણફાળના કારણે 50 અબજ ડાલરના ટર્નઓવર સુધી આ ક્ષેત્ર પહોંચી ગયું છે. આજથી દશ દાયકા પહેલાં આઈટી ક્ષેત્ર માટે 50 અબજ ડાલરના ટર્નઓવરનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો ત્યારે આ લક્ષ્યાંક નક્કી કરનાર નેસકોમ પર લોકો હસતા હતા. પણ આજે હકીકત એ છે કે આઈટી ક્ષેત્રનું એક્સપોર્ટ આજે 29 ટકા સુધી પહોંચી ગયું છે. 2009-10માં આ ક્ષેત્રે હવે 60 અબજ ડાલરનો ટાર્ગેટ નક્કી કરાયો છે. નેશનલ અસોસિયેશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસ (નેસકોમ)ના જણાવ્યા અનુસાર આઈટી એક્સપોર્ટ, સોફ્ટવેર એક્સપોર્ટ વગેરે વ્યવસાયોએ સમગ્ર વિશ્ર્વમાં ભારતનો ડંકો વગાડ્યો છે.ઇન્ફર્મેશન ટેક્નાલાજી ક્ષેત્રે ભારતનો ડંકો વિશ્ર્વમાં વગાડ્યો છે તે ટાટા ઇન્ફોટેક, વિપ્રો, પટ્ટણી, ઇન્ફોસિસ કમ્પ્યૂટર સિસ્ટમ્સ જેવી કંપ્ની હાલ ઉત્તરોતર પ્રગતિના પંથે છે. એન. આર. નારાયણમૂર્તિએ તેમની પત્ની સુધા મૂર્તિ અને નંદન નિલેકણી સહિત છ સાથીદારોની મદદથી ઇન્ફોસિસ કંપ્નીની સ્થાપ્ના કરી ત્યારે તેમનું કુલ મૂડીરોકાણ દસ હજાર ‚પિયાનું હતું. આજે તે ભારતની પ્રથમ પંક્તિની બ્લૂ ચિપ કંપ્ની ગણાય છે. 2000 સુધી ભારતમાં 100માંથી માત્ર ત્રણ વ્યક્તિ પાસે ટેલિફોન હતો, જ્યારે આજે 100માંથી 48 વ્યક્તિ પાસે ફોન છે. ભારતમાં મોબાઈલ ફોને આજે 92% માર્કેટ કબજે કર્યું છે. ભારતમાં આજે 50 કરોડથી વધારે મોબાઈલ ધારકો છે.ભારતનું મોબાઈલ માર્કેટ આજે વિશ્ર્વમાં સૌથી મોટું છે. આજે મોબાઈલે કમ્પ્યૂટરનું સ્થાન લીધું છે. આજે ભારતમાં મોબાઈલ ઉદ્યોગ એક લાખ કરોડ ‚પિયા સુધી પહોંચી ગયો છે. મોબાઈલમાં માત્ર ગેમ, રિંગટોન, મ્યુઝિક, ડાઉનલોડ કરવાનું માર્કેટ છ હજાર કરોડ સુધી પહોંચી ગયું છે. છેલ્લા એક દાયકામાં ભારતમાં આઈટીના વિકાસમાં નારાયણમૂર્તિ, નંદન નિલેકણી, શિવ નાદર, અઝીમ પ્રેમજી જેવા દિગ્ગજોનું અનન્ય યોગદાન છે.અક્કલ હોય તો ‚પિયા આઈટી ક્રાંતિમાંથી મળી રહેશે. ભારતીય લોકોએ આ સાબિત પણ કર્યું છે. તજ્જ્ઞો માને છે. આ તો આઈટી ક્ષેત્રે ભારતની શ‚આત છે. હજુ તો ભારતે ઇન્ફોર્મેશન ટેક્નાલાજી ક્ષેત્રે ખૂબ આગળ વધવાનું છે. આજે ઇન્ટરનેટનો વપરાશ વધી ગયો છે. મોબાઈલ ક્રાંતિ, ટેલિકોમ્યુનિકેશન્સ ક્રાંતિ આવી ચૂકી છે. થ્રી-જી ટેક્નાલાજીથી હવે ભારતના લબરમૂછિયા રમવા લાગ્યા છે.2-જી સ્પેક્ટ્રમ એલોટમેન્ટની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. જિંદગી સુખસગવડ તરફ આગળ વધી રહી છે. આઈટી ક્ષેત્રે માત્ર આટલો વિકાસ થવાથી આપણા જીવનમાં કેટલું બધું પરિવર્તન આવ્યું છે. હજુ વિકાસ બાકી છે. આ વિકાસની મીડિયા, હેલ્થકેર, એગ્રિકલ્ચર, ગવર્નન્સ, કોમ્યુનિકેશન્સ, બઁકિંગ, ટૂરિઝમમાં ધરખમ પરિવર્તન આવે તો નવાઈ ન પામશો. આફ્ટરઓલ આ આઈટી ક્ષેત્રની રાત્રી જ છે. દિવસ ઊગવાની હજુ વાર છે. જબ રાત હૈ ઇતની મતવાલી... તો સુબહ કા આલમ ક્યા હોગા...
ગુજરાત આઈ. ટી. ક્ષેત્રની ગાડીની ડ્રાઇવિંગ સીટ પર બેઠું છે

અગાઉ એમ કહેવાતું કે ગુજરાત આઈ. ટી. (ઇન્ફર્મેશન ટેક્નાલાજી) ક્ષેત્રે ગાડી ચૂકી ગયું છે, પરંતુ આ ક્ષેત્રે ગુજરાતની પ્રગતિ અને કાર્યરત થનારા 11 સેઝ (સ્પેશિયલ ઇન્ડસ્ટ્રિયલ ઝોન) પછી એટલે કે આગામી ત્રણ વર્ષમાં પછી એમ કહેવાશે કે ગુજરાત આઈ. ટી. ક્ષેત્રની ગાડીની ડ્રાઇવિંગ સીટ પર બેઠું છે. મહામંદીમાં કેટલાક નાના મોટા આંચકા વચ્ચે પણ આઈ. ટી. તેનો વિકાસ-વૃદ્ધિ દર જાળવી શકશે.મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હંમેશાં કહે છે કે વિશ્ર્વની આગામી સદી ‘નાલેજ’ની સદી હશે. આ વાતને હવે તમામ નિષ્ણાતો પણ સ્વીકારવા લાગ્યા છે. ગુજરાતમાં આઈ. ટી. ક્ષેત્રના બિઝનેસ પ્રોસેસ આઉટ સોર્સિંગ (બી. પી. ઓ.) અને નાલેજ પ્રોસેસ-આઉટ સોર્સિંગ (કે. પી. ઓ.)માં લગભગ 60 હજારથી વધુ લોકો રોજગારી મેળવી રહ્યા છે. આ ક્ષેત્રે થયેલા અને થઈ રહેલા રોકાણ બાદ ત્રણેક વર્ષમાં જ વધુ 3 લાખ જેટલી રોજગારીની તક ઊભી થશે. આઈ. ટી. ક્ષેત્રના જાણકારોના મતાનુસાર વિશ્ર્વ આખું અત્યારે મહામંદીના ખપ્પરમાં હોમાઈ રહેલી રોજગારીની સ્થિતિમાં ચિંતિત છે, પણ ગુજરાતમાં થઈ રહેલો આઈ. ટી.નો વિકાસ વિરાટ મંદીને વામન બનાવીને તેનું માથું ભાગશે. આંધ્રપ્રદેશ અને કર્ણાટક જેવા આઈ. ટી. ક્ષેત્રના મોખરાનાં રાજ્યોને પણ હવે ગુજરાતથી ટક્કર મળી રહી છે.ઔદ્યોગિક ક્ષેત્રે દેશભરમાં મોખરાના ગણાતા ગુજરાત રાજ્યમાં 65 ટકાથી વધુ રોકાણ અને વિકાસ કેમિકલ્સ તથા પેટ્રો-કેમિકલ્સ ક્ષેત્રમાં થયેલું છે, પરંતુ તેના કારણે રાજ્યમાં વિકસી રહેલા ટોચના ઇન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાકીય સુવિધાઓ)ના પરિણામ સ્વ‚પ છેલ્લાં બે વર્ષમાં આઈ. ટી. ક્ષેત્રનો વિકાસ સૌથી વધુ એટલે કે 50 ટકા જેટલો રહ્યો છે. ગત 2007-08ના નાણાંકીય વર્ષમાં તેનું કુલ ટર્ન ઓવર 1,000 કરોડ ‚પિયાથી વધુ હતું, જે ચાલુ વર્ષમાં 1,500 કરોડ અને આગામી વર્ષ 2009-10માં ‚પિયા 2 હજાર કરોડથી વધુ હશે. રાજ્યમાં અત્યારે આઈ. ટી.ની 700થી વધુ અને 100 જેટલી કે. પી. ઓ. કંપ્નીઓ ધમધમી રહી છે, જેમાં લગભગ 60 હજાર લોકો રોજી-રોટી મેળવી રહ્યા છે. નિષ્ણાતોના મતાનુસાર મંદીના સમયમાં પણ તે 40થી 50 ટકાની વચ્ચે જળવાઈ રહેશે. આમ છતાં હજુ આ ક્ષેત્ર વિકસિત નહીં વિચારશીલ ક્ષેત્ર છે. ગુજરાતમાં પણ આઈ. ટી. ક્ષેત્રે હજુ સંપૂર્ણ વિકાસ થયો નથી, પરંતુ આ માટે દેશમાં સૌથી વધુ તક ગુજરાતમાં છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને ગાંધીનગરમાં હજુ જમીનોના ભાવ અન્ય રાજ્યોના વિકસિત શહેરોની સરખામણીમાં ઓછા છે, જ્યારે અહીં ઉચ્ચકક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે. સૂત્રોની માહિતી મુજબ ત્રણ વર્ષ સુધીમાં ગુજરાતમાં આઈ. ટી.-બી. પી. ઓ.-કે. પી. ઓ. ક્ષેત્રે આશરે ‚પિયા 3.7 અબજ ડોલર જેટલું રોકાણ આવવાની શક્યતા છે. રાજ્યમાં 11 જેટલા આઈ. ટી. સેઝની સ્થાપ્ના થવાની છે. અત્યારની સ્થિતિએ મન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ગુજરાત ભારત માટે મહત્ત્વનું રાજ્ય ગણાય છે. સૌથી વધુ રોજગારી પણ આ ક્ષેત્રમાં જ ઉપલબ્ધ છે અને એટલે અત્યારે આઈ. ટી. ક્ષેત્રમાં કુશળ-ટ્રેઇન મનપાવરની અછત વર્તાય છે. મંદીને કારણે સ્થાનિક કક્ષાએ કેટલાક નાના-મોટા આંચકા જ‚ર અનુભવાશે, પરંતુ મંદીની સ્થિતિ કાયમી નથી. ગુજરાતમાં તો આ નાલેજ બેઝ્ડ ઉદ્યોગમાં આગામી 3 વર્ષમાં જ વિક્રમજનક વૃદ્ધિ અપેક્ષિત છે અને આ સમયગાળા દરમિયાન જ આ ક્ષેત્રમાં 3 લાખ લોકોની જ‚ર પડશે. એક સમયમાં અંગ્રેજી ભાષામાં નબળા ગણાતા ગુજરાતીઓ આ વિદેશી ભાષામાં પણ સારા પ્રેઝેન્ટેશન અને કામ્યુનિકેશન સ્કીલ પર પોતાનો હાથ અજમાવી ચૂક્યા છે.
આઈ. ટી. નિકાસ ‚. 1,400 કરોડ થશેસંસ્થાના ગુજરાત એકમના જણાવ્યા પ્રમાણે 2009-’10ના સમયમાં આઈ. ટી. ક્ષેત્રની નિકાસનો આંકડો 1,400 કરોડ કરતાં પણ વધારે હોવાની શક્યતા છે. જો કે હજી આ વર્ષના આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. આંકડા જાહેર થશે ત્યારે ગુજરાત આઠમા ક્રમે હોવાની ધારણા છે. ગાંધીનગરમાં ડી. એલ. એફ.નો ગાંધીનગરનો એસ. ઈ. ઝેડ. પ્રોજેક્ટ રદ થયો છે, પણ હવે આ કંપ્ની 50 ટકા કામર્શિયલ હેતુફેર કરવાની માગણી સાથે આઈ. ટી. પાર્ક બનાવવા સરકારમાં દરખાસ્ત મોકલવાનું વિચારી રહી છે.
આઈ. ટી. નિકાસકાર રાજ્યોની યાદીમાં ગુજરાત નવમા નંબરેસોફ્ટવેર નિકાસ ‚. 1,268 કરોડ : વૈશ્ર્વિક મંદી પછીના સમયમાં નિકાસ બમણી, એસ. ટી. પી. આઈ.ના રિપાર્ટમાં કર્ણાટકની નિકાસ 70 હજાર કરોડ ‚પિયા કરતાં વધુ ઇન્ફર્મેશન ટેક્નાલાજી (આઈ. ટી.) ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાત નવમા ક્રમે છે. ગુજરાતની આઈ. ટી. માર્કેટની નિકાસ 1,268 કરોડને વટાવી ગઈ છે, જે છેલ્લાં પાંચ વર્ષમાં 80 ટકાનો વધારો નિર્દેશ કરે છે. મંદીના સમયમાં પણ ગુજરાતે વિદેશમાં 681 કરોડના સોફ્ટવેરની નિકાસ કરી હતી. જો કે ભારતમાં પાંચ વર્ષથી નંબર વન રહેલા કર્ણાટકે 70 હજાર કરોડ ‚પિયા કરતાં વધુની નિકાસ કરીને પ્રગતિ યથાવત્ રાખી છે. સાફ્ટવેર ટેક્નાલાજી પાર્ક આફ ઇન્ડિયાના લેટેસ્ટ આંકડા પ્રમાણે ભારતમાં 2,07,357 કરોડની આઈ. ટી. ક્ષેત્રે નિકાસ કરી છે, જે 2007-’08 (1,80,155 કરોડ)ની સરખામણીએ 27,202 કરોડનો વધારો દર્શાવે છે. અહેવાલમાં જણાવ્યું છે કે ત્રણ વર્ષમાં ભારતે આઈ. ટી. સોફ્ટવેરની નિકાસમાં ત્રણગણી પ્રગતિ કરી છે. બીજા ક્રમે 42,360 કરોડ સાથે મહારાષ્ટ્ર અને ત્રીજા ક્રમે 31,039 કરોડ સાથે આંધ્રપ્રદેશ આવ્યું છે. ગુજરાતનો નંબર 20 રાજ્યોમાં નવમા ક્રમે છે. ગુજરાતે ચંદીગઢ અને ઓરિસ્સાને પાછળ રાખી દીધું છે. ગુજરાતમાં આઈ. ટી. પાર્ક અને ઇન્ફોસિટી જેવી સંસ્થાઓ આવેલી છે. ત્રણ આઈ. ટી. એસ. ઈ. ઝેડ. મંદીના સમયમાં રદ થયા છે, છતાં આઈ. ટી. કંપ્નીઓની કાબેલિયતના કારણે મંદીની અસર ઓછી થઈ છે.
ભારતના આઈ. ટી. ક્ષેત્રના દિગ્ગજોની કમાલ

- નારાયણ મૂર્તિ અને નંદન નિલકેણી (ઇન્ફોસિસ), અઝીમ પ્રેમજી (વિપ્રો), શબ્બીર ભાટિયા (હોટમેઇલ અને આરઝૂ ડોટ કોમ), સ્વ. દેવાંગ મહેતા (નાસકોમના ભૂતપૂર્વ ચીફ), સામ પિત્રોડા (વર્લ્ડ ટેલ) વગેરે દૂરદ્ષ્ટા આઈ. ટી.-ટેલિકોમ આંત્રપ્રેન્યોર્સને તો આપણે ઓળખીએ છીએ, પરંતુ કેટલાક એવા સાહસિકો પણ છે જેમનું નામ આઈ. ટી. ફિલ્ડમાં આજે બડા આદરથી લેવાય છે. જેમ કે,- સંજીવ ભીખચંદાની. તેમણે શ‚ કરેલી ‘નૌકરી ડોટ કોમ’ નામની વેબસાઇટ આજે સરકારી એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જનો પર્યાય ગણાય છે. તેના પગલે અન્ય સંખ્યાબંધ જોબ સાઇટ્સ ખૂલી ગઈ છે. તેનો ઘણો ફાયદો યુવાનોને થયો છે, કેમ કે આવી સાઇટ્સ કંપ્નીઓની જ‚રિયાતો અને યુવા વર્કફોર્સ વચ્ચેના સેતુ‚પ કાર્ય કરે છે.- એક વેન્ચર કેપિટાલિસ્ટની વીસ લાખ ડાલરની સહાયથી દીપ કાલરાએ ‘મેઇક માય ટ્રીપ ડોટ કોમ’ નામે ટ્રાવેલ વેબસાઇટ શ‚ કરી. ’99ના અરસામાં ડોટ કોમનો પરપોટો ફૂટ્યો ત્યારે એમણે પોતે શ‚ કરેલી કંપ્ની ખરીદી લીધી. આજે એમની સાઇટ દેશની ટોચની ટ્રાવેલ વેબસાઈટ છે.- એંસીના દાયકાની શ‚આતમાં, એટલે કે આઈ. ટી.ની બોલબાલા શ‚ થઈ એના ક્યાંય પહેલાં અશાંક દેસાઈએ પોતાના મિત્રો સાથે મળીને ‘માસ્તેક’ નામે આઈ. ટી. કંપ્ની સ્થાપી. આજે વીસ કરોડ ડાલરની આ કંપ્ની ભારતની ટાપ 15 આઈ. ટી. કંપ્નીઓમાં સ્થાન પામે છે.- આઈ. આઈ. ટી. - દિલ્હીના બે ગ્રેજ્યુએટ અનુરાગ દોડ અને ગૌરવ મિશ્રાએ મળીને ભારતનું પહેલું સ્વદેશી સર્ચ એન્જિન ‘ગુરુજી ડોટ કોમ’ શ‚ કર્યું. ભારત કેન્દ્રી સર્ચ રિઝલ્ટ્સ આપતાં ગુરુજીની ખાસિયત એ છે કે તે વિવિધ ભારતીય ભાષામાં સર્ચ આપ્શન્સ પૂરા પાડે છે અને એ ઉપરાંત શહેર પ્રમાણે અન્ય ઘણી સ્પેસિફિક માહિતી ઉપલબ્ધ કરાવે છે.- જયતીર્થમાંથી જેરી બનેલા જેરી રાવને છેક એમની ચાલીસીમાં ઉદ્યોગ સાહસિક બનવાનો સણકો ઊપડ્યો. શિકાગો યુનિવર્સિટીમાંથી પી. એચડી. છોડ્યું અને સિટીબઁકમાં વર્ષો સુધી કામ કર્યા બાદ એમણે ‘એમ્ફસિસ’ નામે બી. પી. ઓ.-કાલ સેન્ટર સ્થાપ્યું. તાજેતરમાં જ એમણે નફો રળતી એમ્ફસિસ કંપ્ની વેચી છે.- આઈ. ટી.નો પરપોટો ફૂટ્યો ત્યારે દાઝેલાં સૌ તેમાંથી પોતાના હાથ પાછા ખેંચી રહ્યા હતા. એ જ વખતે નિર્મલ જૈને ‘ઇન્ડિયા ઇન્ફોલાઇન’ નામે આનલાઇન સ્ટોક બ્રોકિંગ સુવિધા શ‚ કરી અને સાંગોપાંગ આઈ. ટી. ફિલ્ડમાં ઝુકાવ્યું. પરિણામ? આજે ઇન્ડિયા ઇન્ફોલાઇન દેશનું સૌથી મોટું આનલાઇન ટ્રેડિંગ પ્લટફાર્મ છે.- સામાન્ય રીતે ગ્રાહકોને જ પહેલું પ્રાધાન્ય આપવાની પ્રણાલીથી હટ કે શિવ નાદરની આઈ. ટી.-કમ્પ્યૂટર કંપ્ની ‘એચ. સી. એલ.’નો મુદ્રાલેખ છે: ‘અમ્પ્લોયી ફર્સ્ટ, કસ્ટમર સેકન્ડ’. છતાં ઉચ્ચ ક્વાલિટી થકી ગ્રાહકોને તો સંતોષ મળે જ છે, કામ કરવા માટે પણ તે બસ્ટ પ્લસ બની રહે છે. નોઇડામાં હેડક્વાર્ટર્સ ધરાવતી એમની કંપ્ની સોફ્ટવેર-આઈ.ટી. સોલ્યૂશન, રિમોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મનેજમેન્ટ, એન્જિનિયરિંગ, આર. એન્ડ ડી. સર્વિસિઝ અને બી. પી. ઓ. જેવી સુવિધાઓ પૂરી પાડે છે. 31 માર્ચ, 2009ના લેટેસ્ટ આંકડા પ્રમાણે શિવ નાદરની એચ. સી. એલ. કંપ્નીની રેવન્યૂ 9,842 કરોડ ‚પિયા હતી અને કંપ્નીમાં 54,026 કર્મચારીઓ કાર્યરત છે.
ભારતના ટોપ આઈટી હબ

બેંગ્લોર, ચેન્નઈ, હૈદરાબાદ, પૂના, કોલક્તા, એનસીઆર મુંબઈ, ભુવનેશ્ર્વર

ટિપ્પણીઓ નથી:

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.