કપલરૂમના અંધારામાં અટવાઈ રહેલો સમાજ


કપલરૂમ

કપલરૂમના અંધારામાં અટવાઈ રહેલો સમાજએક જમાનો હતો જ્યારે સતી સાવિત્રીએ એના પતિનો જીવ બચાવવા છેક યમરાજ સુધી લાંબુ થવું પડ્યું હતું અને શ્રીરામે એમની પત્નીને મુક્ત કરવા છેક લંકા સુધી લાંબુ થવું પડ્યું. પણ આજે પરિસ્થિતિ એકસો ને એંસીની ડિગ્રીએ યુ-ટર્ન લઈ ગઈ છે. આજના જમાનાની સતી સાવિત્રી જેવી પત્નીઓના પતિઓ એમની આંખમાં ધૂળ નાંખીને કપલરૂમના અંધારામાં કેદ થઈ રહ્યા છે અને સાવિત્રી જેવી પત્નીઓએ એમને છોડાવવા પોલીસ સ્ટેશનો સુધી લાંબા થવું પડે છે. એવી જ રીતે રામ જેવા સીધાસાદા પતિઓની લટકાળી પત્નીઓ એના ઢાંઢા બોયફ્રન્ડ સાથે કપલરૂમમાંથી પકડાય એટલે એ ગાય જેવા ધણીએ કોર્ટ સુધી લાંબા થઈને પત્નીને છોડાવી લાવવી પડે છે. શું કારણ છે કે સમાજ આટલી હદે તળિયે સરકી રહ્યો છે? પશ્ર્ચિમી સંસ્કૃતિનું અનુકરણ? માત્ર મોજમજા માટે કરવામાં આવતું સાહસ? જસ્ટ ફોર ચેન્જની લાગણી? કે પછી તામસી ખોરાકને કારણે વધતા જતા વિકારનું પરિણામ? આમાં વાંક કોનો? હપ્તાખાઉ પોલીસનો, આંખ આડા કાન કરતી સરકારનો કે પછી સંસ્કારિતાને નેવે મૂકીને વ્યભિચારી થઈ ગયેલી પ્રજાનો ખુદનો? આવો, થોડી ચર્ચા કરીએ...

‘આંબાવાડીમાં ચાલતા કપલરૂમ પર દરોડો : 31 યુગલ પકડાયાં’, અમદાવાદના એસ.જી હાઈવેના ‘કપલરૂમ’માં પોલીસની રેડ, ‘12 યુગલો કઢંગી હાલતમાં ઝડપાયાં’, બ્યુટીપાર્લર અને મસાજ કેન્દ્રના ઓઠા હેઠળ ચાલતા કપલરૂમ પર પોલીસની રેડ, માલિક ફરાર, ‘નરોડાથી નારોલ, નેશનલ હાઈવે નં. 8 પર કપલરૂમની ભરમાર’, અનીતિના ધામ પર પોલીસનો છાપો...

દરરોજ છાપામાં લખાતી આવી હેડલાઇનો આપણે વાંચી હશે અને મોઢે પાટા બાંધી નીચું ઘાલીને ચાલતાં યુગલોનાં દ્શ્યો પણ આપણે જોયાં જ હશે! તાજેતરમાં જ એક સમાચાર વાંચવા મળ્યા. અમદાવાદમાં આંબાવાડી પરિમલ ગાર્ડન પાસે આવેલા પાર્ક એવન્યુ કોમ્પ્લેક્સના ભોંયરામાં દ્ષ્ટિ રફ્રિકેશ સેન્ટરના ઓઠા હેઠળ ચાર વર્ષથી ચાલતા કપલરૂમમાં વિજિલન્સ સ્કવોડે દરોડો પાડી 31 યુગલ સહિત 65 જણાની ધરપકડ કરી. કપલરૂમની ચર્ચા અહીં એટલા માટે મૂકવી જરૂરી છે, કારણ કે આ પકડાયેલાં 31 યુગલોમાંથી મોટા ભાગનાં યુગલો પરિણીત હતાં. તમે કહેશો પરિણીત છે તો શું વાંધો છે? પણ વાંધો છે. મોટા ભાગનાં યુગલો કપલરૂમમાં તેની પત્ની કે પતિ સાથે નહિ તેનાં પ્રેમી-પ્રેમિકા સાથે આવ્યાં હતાં. પ્રથમ કપલરૂમ પર રેડ પડી અને આ દરેક સંસ્કારી પતિ-પત્નીની પોલ ખૂલી ગઈ. પોલીસની આ રેડના પરિણામ સ્વ‚પે સમાજને ‘કપલરૂમ’ રૂપી અરીસો જોવા મળ્યો છે. સમાજની બીજી બાજુ જોવા મળી છે. જૂનો જમાનો, જૂનાં લગ્ન, પ્રેમ, પ્રેમિકા અને સહજીવનના બદલે સમાજને હવે નવો જમાનો, નવાં લગ્ન, પતિ, પત્ની ઔર વોનું નવું સૂત્ર મળી ગયું છે. ‘વફાદાર’ શબ્દ હવે ભુલાતો જાય છે. સપ્તપદીના સાત ફેરા વખતે લીધેલાં વચનોને તોડી આ પરિણીત યુગલો પોતાની પ્રેમિકા સાથે કે પછી ચંદ મિનિટના આનંદ માટે કપલ‚મમાંથી ઝડપાયાં છે અને એ પણ કઢંગી હાલતમાં. પોલીસનું માનીએ તો કપલરૂમમાં 31 યુગલો તો હતાં પણ ‘કપલરૂમમાં વેઇટિંગ ચાલતું હતું.યુગલો કપલરૂમની બહાર રાહ જોઈને બેઠાં હતાં, પ્રશ્ર્ન એ થાય છે કે શું સમાજમાં સેક્સ પ્રત્યેની ભાવના બદલાતી જાય છે! ભૌતિકવાદ અને ગ્લેમરસની દુનિયાથી અંજાઈ આપણો સમાજ શું ખરેખર પશ્ર્ચિમની સંસ્કૃતિ પાછળ ઘેલો થયો છે? જમાનો બદલાયો છે. પહેલાંના જમાનામાં વહુને લાંબો ઘૂંઘટ તાણી કામ કરવું પડતું, આજે વહુ જીન્સ, ટી-શર્ટમાં સજ્જ થઈ સસરાની બાઇક પાછળ બેસી છોછ વગર ફરી શકે છે. પ્રશ્ર્ન એ છે કે સેક્સ જીવનની જ‚રિયાત છે તો તેને જાહેરમાં સ્વીકારવું કે કેમ? પશ્ર્ચિમમાં સ્વીકારાય છે. પણ આ ભારત છે. તેની સંસ્કૃતિ જ તેની મૂડી છે. સેક્સને જાહેરમાં સ્વીકારતી પશ્ર્ચિમી સંસ્કૃતિએ જે-તે દેશનું શું નુકસાન કર્યું છે તેની પછી વાત કરીશું પણ એક વાત અહીં જ‚ર કરીશું કે આપણા યુવાનો પણ હવે જાહેરમાં ચેનચાળા કરતા જ‚ર થઈ ગયા છે. આસ્ટ્રેલિયા, કેનેડા, બ્રિટન, અમેરિકામાં ભણીને તૈયાર થયેલો એક આખો વર્ગ હવે ફ્રિમાઇન્ડ થઈ ગયો છે. છાપામાં હમણાં જ એક અહેવાલ વાંચ્યો હતો કે ‘અમદાવાદના 50 ટકા પ્રેમીપંખીડાં માટે બગીચાઓ બેડ‚મ સમાન છે.’ બગીચાઓ અને હાઈવે પર કોઈની પરવા કર્યા વગર ઊભાં રહેતાં પ્રેમીપંખીડાંનો હવે કોઈને છોછ રહ્યો નથી. સુમસામ હાઈવે પર કે તમારી સોસાયટીની બહાર અંધારામાં બેઠેલાં યુગલો લગભગ તમે પણ જોયાં જ હશે! ન જોયાં હોય તો ગુજરાત યુનિવર્સિટી, પરિમલ ગાર્ડન, સુરતના ચોપાટી બજાર, વડોદરાના કમાટી બાગ કે રાજકોટના રેસકોર્સ જેવી જગ્યાઓએ એક આંટો મારી જોજો! આ બધાંની વચ્ચે ચોંકાવનારી બાબત તો એ છે કે આજે શહેરના બગીચાઓ જ આ યુગલો માટે બેડ‚મ બની ગયા છે. એન્વાયર્નમેન્ટલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનનો એક સર્વે કહે છે કે 50 ટકા પ્રેમીપંખીડાં આજે બગીચામાં જ સેક્સ માણી લે છે, 30 ટકા જેટલાં યુગલો સેક્સ માણવા ખુલ્લો સૂમસામ હાઈવે પસંદ કરે છે અને માત્ર 3 ટકા જ યુગલો ‘કપલરૂમ’નો ઉપયોગ કરે છે. મોટા ભાગનાં પ્રેમીપંખીડાંઓને કપલ‚મમાં જવાનો ડર લાગે છે. પોલીસની રેડ પડે તો...? મારો મિત્ર જયેશ કપલ‚મની વાત કરતાં મને હંમેશાં કહે છે કે હું કપલ‚મમાં જાઉં છું પણ અમદાવાદની બહાર, દૂર ગામડામાં પોલીસની રેડનો ડર રહેતો નથી.કપલ‚મ ધમધમે છે... પોલીસ શું કરે છે?આપણે અહીં જે આંબાવાડી વિસ્તારના કપલ‚મની વાત કરી તે છેલ્લાં ચાર વર્ષથી ચાલે છે. શું ખરેખર પોલીસને છેલ્લાં ચાર વર્ષથી આ કપલ‚મની ખબર નહિ હોય? જવાબ કદાચ તમને પણ ખબર છે અને મને પણ. પોલીસને આ કપલ‚મની ખબર પણ હશે અને ઘણા હપ્તા પણ ખાધા હશે! પણ પ્રેસર આવે એટલે કામગીરી બતાવવી પડે ને! એક મોટી રેડ પાડવાની, પછી બીજા દિવસે છાપામાં સમાચાર બને એટલે પોલીસની કામગીરી દેખાય પછી એક વર્ષ સુધી શાંતિ. થોડા દિવસ પછી આ કપલ‚મ ફરી ચાલુ થઈ જાય તો નવાઈ પામવા જેવું નથી. એકની એક જગ્યાએ પોલીસે અનેકવાર રેડ પાડી હોય અને તે કપલ‚મ આજે પણ ચાલતા હોય તેવાં ઘણાં ઉદાહરણ છે. એસ.જી. હાઈવે પરના ન્યુયોર્ક ટાવરના ભોંયરામાં ચાલતા કપલ‚મમાં પોલીસે રેડ પાડી હતી પણ થોડા દિવસ પછી તે ફરી ચાલુ થઈ ગયો હતો. પોલીસને ત્યાં બીજી વાર રેડ પાડવી પડી. અહીં મહત્ત્વની વાત એ છે કે ‘કપલ‚મ’ ગેરકાયદેસર છે તો તે બંધ થવા જોઈએ, પણ તેમ છતાં શહેરમાં ખુલ્લેઆમ, બિન્દાસ્ત રીતે ‘કપલ‚મ’ ધમધમી રહ્યા છે. એક અંદાજ મુજબ નરોડાથી નારોલ વચ્ચે જ લગભગ 50 જેટલા કપલ‚મ સેન્ટરો ચાલે છે અને તે બધાને ખબર છે. પોલીસને અને સ...ને પણ. યે પબ્લિક હૈ સબ જાનતી હૈ. આખિરકાર આ ‘કપલ‚મ’ પણ પબ્લિકથી જ ચાલે છે ને! કાયદાની દ્ષ્ટિએ ગેરકાયદેસર ગણાતા અનેક ધંધા ચાલે છે. પોલીસ આવા ધંધાઓને નિશાન પણ બનાવે છે પણ સમાજહિત માટે નહિ, પોલીસહિત માટે. હપ્તો ચાલુ એટલે પજવણી બંધ.કપલ‚મ ધમધમે છે...આપણે શું કરીએ છીએ?કપલ‚મ ચાલે છે એ માટે જવાબદાર કોણ? આપણે જ ને! આપણને તેની જ‚ર પડે છે માટે ત્યાં સમાજ કે કોઈની પરવા કર્યા વિના આપણે જઈએ છીએ. જવાબદારી આપણી પણ બને છે. પોલીસને ગાળો આપવાથી કે પોલીસને હપ્તાખોર કહેવાથી કશું નહિ થાય. ધારો કે પોલીસ હપ્તા ખાવાનું બંધ કરી દે અને બધા કપલ‚મ સીલ કરી દે તો... તો શું આપણે સુધરી જઈશું? ના કપલ‚મનો ઓપ્શન તરત આપણે જ શોધી કાઢીશું આપણે એ સમજવું જોઈએ કે આપણે છીએ તો કપલ‚મ છે. ખરેખર તો એવું પૂછવાનું મન થાય છે કે શું આપણે દંભી છીએ? સેક્સ બધાને ગમે છે પણ જાહેરમાં તેની વાત થતાં આપણું નાકનું ટેરવું તરત જ ઊંચું થઈ જાય છે. આપણું ચારિત્ર્ય આપણે બધાની નજર સામે શું કરીએ છીએ એના પરથી નહિ પણ આપણે એકલા હોઈએ ત્યારે શું કરીએ છીએ તે પરથી નક્કી કરવું જોઈએ. આપણે તો કપલ‚મમાં જઈએ છીએ પણ ત્યાં રેડ પડે જ નહિ, આ લોકો તો ડફોળ છે, એવી ડંફાસ ઠોકતા લોકો પણ તમને મળશે જ! જ‚ર પોલીસ અને સરકારની સાથે આપણે પણ બદલાવાની છે. આપણે બદલાઈશું તો પોલીસ અને સરકાર કંઈક કરી શકશે.
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાંદ્શ્ય એક:

સાહેબ, અમને તો એમ કે અમારી દીકરી કાલેજ ગઈ છે, પરંતુ આ તો અહીં...! આ શબ્દો છે તાજેતરમાં જ અમદાવાદના લા ગાર્ડન ખાતેના કપલ્સ‚મમાં પડેલા દરોડા દરમિયાન પકડાયેલ કરોડપતિ પરિવારની એકની એક દીકરીના બાપ્ના. પોતાની વહાલસોયી પુત્રીના આવા પરાક્રમ પર એ અભાગી પિતાને એવો તો ગુસ્સો આવ્યો કે તેઓ સમય અને પરિસ્થિતિનું ભાન પણ ભૂલી ગયા અને જજસાહેબની હાજરીમાં જ પોતાની પુત્રીને લાફા પર લાફા ઝીંકી દીધા. દ્શ્ય બીજું: સાહેબ, અમને તો એમ કે અમારાં ભાગ્ય ખૂલી ગયાં. શું ધાર્મિક વૃત્તિવાળી પુત્રવધૂ મળી છે કે વારતહેવારે ડાકોર રણછોડરાયનાં દર્શને જાય છે, પરંતુ અમને શી ખબર કે આ તો અમને અંધારામાં રાખીને...! આટલું બોલતાંની સાથે જ એ વૃદ્ધાના ગળામાં ડૂમો ભરાઈ જાય છે. આંખોમાં ગુસ્સો અને પસ્તાવાનાં આંસુ ઊભરાઈ આવે છે. એ અભાગી વૃદ્ધા પણ કપલ્સ‚મ પર અમદાવાદ પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં પકડાયેલ પોતાની પુત્રવધૂને છોડાવવા માટે આવી હતી.કોઈ અનૈતિક કામમાં પકડાયેલ પુત્રવધૂને છોડાવવા માટે તેની સાસુ જ જજ સામે આવી આજીજી કરે તે કદાચ આ પ્રથમ પ્રસંગ હશે. તાજેતરમાં જ પડેલા એ દરોડા દરમિયાન આવા એક-બે નહીં અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. કોઈની દીકરી, કોઈની પત્ની કે કોઈની પુત્રવધૂ એ દરોડામાં પોતાની ખાનદાનીને ખેદાનમેદાન કરાવતી આબાદ ઝડપાઈ છે. દરોડામાં પકડાયેલ એ દીકરી કદાચ થોડાક જ દિવસોમાં પિતાની એ થપ્પડ ભૂલી જશે પણ પોતાની દીકરીએ એ અભાગી પિતાની ખાનદાની અને આબ‚ પર જે સણસણતો તમાચો માર્યો છે તેની ગુંજ તેના પિતાના કાનોમાં હંમેશાં ગુંજતી રહેશે. પોતાની સાસુ દ્વારા જજની હાજરીમાં જ બોલાયેલાં કડવાં વેણને એ પુત્રવધૂને ભૂલતાં વાર નહીં લાગે, પરંતુ એ અભાગી વૃદ્ધાએ પોતાની પુત્રવધૂને પુત્રી માની તેની પર વિશ્ર્વાસ મૂકવાની જે ભૂલ કરી છે તે જ્યાં સુધી જીવશે ત્યાં સુધી ડંખતી રહેશે. કપલ્સ‚મમાં દરોડા પડવા અને તેમાં ભદ્રવર્ગના લોકો પકડાવા એ આ પહેલીવહેલી ઘટના તો નથી અને કદાચ દીકરી, પુત્રવધૂ, પત્ની (કાલેજિયનો તો માત્ર 3 જ છે) પકડાયાં છે. સતત ને સતત ભોગવાદી બની રહેલા સમાજ માટે એક ચેતવણી છે કે, જો વેળાસર આ અનૈતિકતાની આગ નહિ ઓલવાય તો એ આગમાં સમગ્ર સમાજની સામાજિક શાંતિ અને પારિવારિક મૂલ્યોને બળીને ખાક થવામાં આવા કપલ્સ ‚મમાં હવસખોરોને પોતાની હવસ સંતોષવા જેટલી વાર લાગે છે તેટલી વાર પણ નહિ લાગે.

ટિપ્પણીઓ નથી:

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.