કુછ દિલ સે | અમુક લોકોથી, અમુક લોકો દ્વારા અમુક લોકો માટે ચાલતી...

-હિતેશ સોંડાગર
કરપ્શન, પોલિટિશિયન, પોલ્યુશન
અમુક લોકોથી, અમુક લોકો દ્વારા અમુક લોકો માટે ચાલતી...-

- ડેમોક્રેસી ઇસ ધી ગવર્નમેન્ટ આફ સમ પીપલ, બાય સમ પીપલ, ફોર સમ પીપલ.
- આજે ચારેય બાજુ ટેબલ નીચે ગાંધીજીનું ચલણ ચાલે છે. ટેબલ નીચેથી ગાંધીજી ન અપાતા હોય એવી એક પણ સરકારી આફિસ ભારતમાં છે?
- આજે લોકો પહેલાં પોતાનું, પછી ઘરનું, પછી મહોલ્લા, શહેર, રાજ્ય અને પછી દેશનું વિચારે છે.
- ભારતમાં 42 ટકા લોકો ગરીબીની રેખા નીચે જીવે છે પણ એક સર્વે મુજબ આ ગરીબો દર વર્ષે 883 કરોડ ‚પિયાની લાંચ ચૂકવે છે.
- આપણા માટે કાયદા ઘડતા આ સાંસદો માટે ગજ્ઞ ર્ીજ્ઞસિ, ગજ્ઞ ાફુ નો કાયદો ઘડાવો જોઈએ?

ડેમોક્રેસી ઈસ ધી ગવર્નમેન્ટ આફ પીપલ, બાય પીપલ, ફાર પીપલ. ચિંતા ના કરો. આ આપણી નહિ લોકશાહી (ડેમોક્રેસી)ની વ્યાખ્યા છે. લોકોની, લોકો દ્વારા, લોકો માટે ચાલતી સરકાર. આજે આ વ્યાખ્યા વાંચી એક સામાન્ય વ્યક્તિ કે વાચક તરીકે તમને એવો પ્રશ્ર્ન થાય કે આ વ્યાખ્યા હવે ખોટી લાગે છે, આ વ્યાખ્યા બદલવી જોઈએ. આ વ્યાખ્યાને બદલે ડેમોક્રેસી ઈસ ધી ગવર્નમેન્ટ આફ સમ (Some=અમુક) પીપલ, બાય સમ પીપલ, ફાર સમ પીપલ કરી હોય તો તમને કેવું લાગે? મને ખબર છે! 

આ નવી વ્યાખ્યા તમને જ‚ર વાસ્તવિક લાગી હશે! આફ્ટર આલ રીયાલીટી (શો) તો બધાને ગમે જ ને! આપણી સરકાર પણ અમુક લોકાની, અમુક લોકો દ્વારા, અમુક લોકો માટે જ છે ને! કરપ્શન, પોલિટિશિયન અને પોલ્યુશનથી આપણો દેશ પહેલાંથી જ પ્રખ્યાત છે. વર્તમાન સરકારમાં જે કરપ્શનો થયાં છે તેનાથી ભારત સહિત આપણા કેટલાક નેતાઓ પણ વધુ પ્રખ્યાત થયા છે. ભ્રષ્ટાચાર થયા કરે છે અને આપણે જોયા કરીએ છીએ. ભ્રષ્ટાચારથી કંટાળી હાસ્યકલાકાર જસપાલ ભટ્ટીએ તો ચોટદાર વ્યંગ કરતાં કહ્યું કે આપણી સરકારે હવે સર્વ શિક્ષા અભિયાનને બંધ કરી સર્વ ભ્રષ્ટાચાર શિક્ષા અભિયાન ચલાવવું જોઈએ, જેથી સામાન્ય વ્યક્તિનાં બાળકો પણ નાનપણથી જ ભ્રષ્ટાચાર કરતાં શીખી શકે અને આગળ આવી શકે. 

ઠીક છે, આ તો એક વ્યંગ છે. તેની ગંભીરતાને સમજી કે સમજ્યા વિના તેના પર હસવાનું છે. બાકી આપણે શું? પાનના ગલ્લે ભેગા થવાનું, પાન ખાવાનું, કાયદાની ઐસીતૈસી કરી થૂંકવાનું, લોકો પર હસવાનું ને પછી પાનની પિચકારી મારી સૂઈ જવાનું! મજાની લાઇફ!! ભ્રષ્ટાચાર થાય કે ન થાય આપણા ધંધામાં ફાયદો થયો છે ને! લાંચ આપી ટેન્ડર મેળવ્યું છે એટલે પૈસા વસૂલ તો કરવા જ પડે ને! આ નેતા આપણને સમજે છે, તે આપણો માણસ છે, આપણા ધંધામાં ફાયદો કરાવશે એટલે પ્રસાદ આપવો જ જોઈએ. આવા નેતાઓને વોટ અને નોટ આપી તેમની (અને આપણી) મદદ કરવી જ જોઈએ, દેશની નહિ... દેશ તો ચાલ્યા જ કરશે... આપણી સરકાર છે જ ને! આ દેશને ચલાવવા માટે... આપણી જવાબદારી થોડી છે? આપણે તો આપણું ઘર ચલાવવાનું છે... આપણે વોટ આપીએ છીએ એટલે બહુ થયું... 

આવું ઘણું બધું આપણાંમાંના કેટલાક વિચારતા હશે. કેટલાક તો એવું પણ વિચારતા - કહેતા હશે કે રાજકારણ તો ગંદી રમત છે અને પોતાની જ આફિસમાં પ્રોફિટ મેળવવા અજાણતાં કે જાણતાં પોતાના જ સહકર્મચારી સાથે રાજકારણ રમતા હશે! આ કલમાડીઓને તો આમ કરી દેવું જોઈએ, આ રાજાઓને તો તેમ કરી દેવું જોઈએ એવું બોલતાં આપણે ક્યારેય એવું વિચાર્યું છે કે આપણને જ્યારે ભ્રષ્ટાચાર કરવાનો મોકો મળતાં ક્યારેય તે મોકાને આપણે ગુમાવ્યો હોય? ઉપરની આવક મેળવવા બદલી થાય છે, બદલી મેળવવા પણ લાંચ અપાય છે. ચારેય બાજુ ‘ટેબલ નીચે ગાંધીજી’. ટેબલ નીચેથી ગાંધીજી ન અપાતા હોય એવી કોઈ સરકારી આફિસ ખરી? ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવાનો ક્યારેય વિચાર મનમાં આવ્યો? હા આવ્યો હશે! પણ ક્યારે? જ્યારે તમારું અંગત નુકસાન થયું હશે! ત્યારે, જાહેર હિત માટે નહિ? સરકારે આરટીઆઈ (રાઈટ ટુ ઇન્ફોર્મેશન, માહિતી મેળવવાનો હક)નો કાયદો ભ્રષ્ટાચાર ખતમ કરવા બનાવ્યો છે. પણ તેનો ઉપયોગ જાહેર હિત કરતાં અંગત સ્વાર્થ સાધવા, કોઈને ગભરાવવા, ધમકી આપવા વધારે થયો છે. આજે લોકો પહેલાં પોતાનું વિચારે છે પછી ઘરનું, પછી મહોલ્લાનું, પછી શહેર, રાજ્ય અને પછી દેશનું વિચારે છે. આજે સ્વહિત સર્વોપરી છે. લોકશાહી દેશમાં આવાં સ્વહિત ચાલે? ચાલે કે ન ચાલે? મૂકો ને યાર? સારું! મૂકું છું આ બધી વાત! થોડી રીયાલીટી બધાને ગમતી હોય છે! માટે હવે થોડી રીયાલીસ્ટીક વાત...
‘ક’થી કરપ્શન...
‘ભ’થી ભ્રષ્ટાચાર
અગર જિંદગીમેં કભી રિશ્વત કો હાથ ન લગાયા હો તો હી મુઝે હાથ લગાના... ફિલ્મ તિરંગાનો નાના પાટેકરનો આ ડાયલોગ સાંભળી જજસાહેબના હુકમનું પાલન કરવા આગળ વધેલો પોલીસ કોન્સ્ટેબલ કઈ રીતે આંખોમાં શરમ ઉપજાવી માથું નીચે રાખી પાછો હટી જાય છે! ફિલ્મ તિરંગાનો આ સીન તમે જોયો જ હશે! પણ રીયલ લાઇફમાં તેની વાસ્તવિકતા કેટલી? અહીં હું તમને કહું કે અગર જિંદગીમાં કદી પણ કોઈને રિશ્વત આપી કે લીધી ન હોય તો જ આ લેખ વાંચજો તો ! નિશ્ર્ચિત રીતે મારા વાચકો ઘટી જશે! કદાચ તમારા મનમાં એવો પણ પ્રશ્ર્ન ઉદ્ભવે કે ‘તું તારું કરને’! વાત પણ સાચી જ છે. મેં પણ ટ્રાફિકવાળાને 50 ‚પિયાની જગ્યાએ 20ની નોટ આપી જ છે! ટૂંકમાં કોઈ દૂધથી ધોયેલું નથી. હા! કેટલાક હોય તો મને વાંધો નથી! તેમને અભિનંદન... અને ભગવાનને પ્રાર્થના કે તેમને લાંચ આપવા કે લેવા માટે મજબૂર ન થવું પડે! બાકી લાંચની શ‚આત ઘરથી જ થાય છે. કંધોં કો કિતાબોં કે બોજને ઝુકાયા, રિશ્વત દેના તો ખુદ પાપાને સિખાયા, 99 પરસેન્ટ માર્ક લાઓગે તો ઘડી વરના છડી..

.જસપાલ ભટ્ટીએ તો વ્યંગમાં મનમોહનજીને અપીલ કરી છે કે ભ્રષ્ટાચાર કરવાનો મોકો માત્ર આ ‘રાજાઓ’ કે ‘કલમાડીઓ’ને જ નહિ પણ અમારા જેવા સામાન્ય માણસોને પણ આપો... જોઈએ. મનમોહનજી આ અપીલ સ્વીકારે છે કે કેમ?ભ્રષ્ટાચારથી ભારત આખા વિશ્ર્વમાં બદનામ થયું છે. માટે ભ્રષ્ટાચારની ભ્રષ્ટ હકીકતો અહીં મૂકવાનું મન થયું છે. કદાચ આ વિગતો વાંચી આપણી આંખો ઊઘડે. ફિલ્મ ‘ભ્રષ્ટાચાર’માં મિથુન ચક્રબોલી એક ડાયલોગ બોલે છે કે ‘તુમ જિતના હી ઉપર જાઓગી, બેઈમાની ઉતની હી નીચે પાઓગી... ભ્રષ્ટાચાર કા ડંડા નેતાગીરી કે ડંડે સે હી ઉપર ઊઠતા હૈ...’રાજીવ ગાંધી જ્યારે દેશના વડાપ્રધાન હતા ત્યારે તેમણે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે સરકારી યોજનાના એક ‚પિયામાંથી માત્ર 15 પૈસા જ ગરીબો સુધી પહોંચે છે, બાકીના 85 પૈસા વચ્ચેના અધિકારીઓ હડપ કરી જાય છે. આજે રાજીવના પુત્ર રાહુલ તેમના કરતાં પણ આગળ વધીને ગર્વથી કહે છે કે મારા પપ્પા (રાજીવ ગાંધી) વખતે તો એક ‚પિયામાંથી 15 પૈસા ગરીબો પાસે પહોંચતા હતા પણ આજે (મારી મમ્મી વખતે) તો માત્ર પાંચ પૈસા જ ગરીબો સુધી પહોંચે છે અને બાકીના 95 પૈસા વચ્ચેના ભ્રષ્ટ લોકો ખાઈ જાય છે. મેનેજમેન્ટ ગુરુ પ્રા. સી. કે. પ્રહ્લાદે થોડાં વર્ષો પહેલાં કહ્યું હતું કે 2022ની સાલમાં ભારતમાં 20 કરોડ ગ્રેજ્યુએટ હશે, 50 કરોડ ટ્રેઇન્ડ વર્કર હશે, વિશ્ર્વની ટોપ 100 કંપ્નીમાંથી 30 ભારતની હશે, વૈશ્ર્વિક વેપારમાં ભારતનો ફાળો દસ ટકાથી વધુ હશે, વિજ્ઞાન શિક્ષણક્ષેત્રે ભારત અવ્વલ દરજ્જો હાંસલ કરશે. આવનારાં 15 વર્ષમાં કમ સે કમ 10 નોબેલ પ્રાઇઝ વિજેતા ભારતના હશે. પરંતુ... આ સ્વપ્નને સાકાર કરવામાં આર્થિક વિકાસ અને ટેક્નોલોજી કરતાં ‘ભ્રષ્ટાચાર’ રહિતની વ્યવસ્થા પાયાની શરત છે.

ટૂંકમાં પ્રહ્લાદભાઈએ આપણો કાન મચડ્યો છે અને કહ્યું છે કે વિશ્ર્વસત્તા બનવું હોય તો ભ્રષ્ટાચાર ખતમ કરો, જે આજે અશક્ય લાગે છે. કારણ કે મારા... તમારા... રાજાઓ... કલમાડીઓ... જેવા લાંચ લેતા કે આપતા વિચારવાના નથી. કારણ કે આજે ઽભારતમાં ભ્રષ્ટાચારના ભોરિંગે પટાવાળાથી લઈને પ્રાઇમ મિનિસ્ટરના સ્તરે લોકોને ભરડામાં લીધા છે. પ્રજાએ બર્થ સર્ટિફિકેટથી લઈને ડેથ સર્ટિફિકેટ લેવા સુધી લાંચ આપવી પડે છે. આજે હર ત્રીજો ભારતીય ભ્રષ્ટ છે. લોકશાહીના પ્રતિનિધિ ગણાતા સંસદસભ્ય અને વિધાનસભ્યનો જન્મ જ ભ્રષ્ટાચારના માર્ગે થાય છે. ભારતમાં ભ્રષ્ટાચાર એટલો બધો વધી ગયો છે કે લોકોને સરકારી અધિકારીઓ પાસેથી કામો કરાવવા માટે દર વર્ષે 21,000 કરોડ ‚પિયા જેટલી રકમ લાંચ ‚પે ચૂકવવી પડે છે. ભારતમાં ગરીબી રેખા નીચે જીવતા ગરીબો પણ દર વર્ષે 883 કરોડ ‚પિયા લાંચ પેટે ચૂકવે છે. ગરીબો માત્ર આરોગ્યની સુવિધાનો લાભ લેવા માટે હાસ્પિટલના સંચાલકોને 87 કરોડ ‚પિયા લાંચ ‚પે આપે છે. ‘ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ’ નામની સંસ્થાનો સર્વે કહે છે કે ભ્રષ્ટાચાર કરવામાં ભારત વિશ્ર્વમાં 85મા સ્થાને છે. આજે ‘ભારત એક ભ્રષ્ટ રાષ્ટ્ર છે’ એવો અહેવાલ વાંચી સામાન્ય નાગરિકનું ‚ંવાડું પણ ફરકતું નથી.ભારતમાં કર્મચારીઓને પણ ભ્રષ્ટ થવું પોસાય છે કારણ કે તમારા મારા જેવી પ્રજા શાંત અને ચૂપ રહે છે એટલે ભ્રષ્ટાચાર વધે છે. આમ પણ ભારતમાં લાંચ લેતાં પકડાયેલા કર્મચારીઓ પૈકી માત્ર છ ટકાને જ સજા થાય છે. બાકીના લાંચ આપીને છૂટી જાય છે. અમેરિકામાં ‘વ્હીસલ બ્લોઅર’ (સિટી બજાઓ, ભ્રષ્ટાચાર ભગાઓ) નામનો ભ્રષ્ટાચાર વિરુદ્ધ લોકોને જાગ્રત કરવાનો અને તેમને રક્ષણ આપવાનો કાયદો છે. ભારતમાં આ કાયદો હજુ કાગળ ઉપર તૈયાર થયો છે. સંસદમાં રજૂ કરવાનો, પાસ થવાનો બાકી છે. કાયદા અને રક્ષણના અભાવે મંજુનાથ, સતીષ, અમિત જેઠવા જેવા વ્હીસલ બ્લોઅરો મરી રહ્યા છે, સરકાર તમાશો જુવે છે અને રાજાઓ, કલમાડીઓ પેદા કરે છે અને તેમનાં કારસ્તાન પર ચૂપ પણ રહે છે. એક અંદાજ મુજબ આશરે 65,223 અબજ ‚પિયા (બ્લેક મની) ભારતીયોએ સ્વીસ બઁકોમાં જમા કરાવ્યા છે. એક અંદાજ મુજબ દરરોજ આશરે 200 કરોડ ‚પિયા આજે પણ દેશ-વિદેશની બઁકોમાં જમા થાય છે.
ગ...રીબો
ભ્રષ્ટાચારની વાતો અને ‘ભયાનક’ આંકડાઓથી કંટાળી ગયા હો તો હવે ગરીબીની વાત વાંચો. આજે આપણા નેતાઓ દેશમાંથી ગરીબી હટાવવા ગરીબોને હટાવવાની વાતો કરે છે (કામ પણ કરે છે! દિલ્હી કોમનવેલ્થ તેનું તાજું ઉદાહરણ છે). 2004-2008 દરમિયાન ભારતના આર્થિક વિકાસનો દર 8 ટકા હતો પણ તેમ છતાં ગરીબોને તેનો કોઈ લાભ મળ્યો નથી. ગરીબો વધતા ગયા છે અને અમીરો વધુ અમીર થતા ગયા છે. બે વર્ષ પહેલાં અર્જુન સેનગુપ્તાનો એક રિપોર્ટ આવ્યો હતો જેમાં કહેવાયું હતું કે છેલ્લાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યા અત્યંત વધી છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટનું સાચું માનીએ તો આજે 42% લોકો ભારતમાં ગરીબીની રેખા નીચે જીવે છે. 22 કરોડ કરતાં વધારે લોકો રાત્રે ભૂખ્યા સૂઈ જાય છે. દેશમાં પાંચ વર્ષથી નાની ઉંમરનાં 70 ટકા બાળકો એનીમિયાથી પીડાઈ રહ્યાં છે. છેલ્લાં 10 વર્ષમાં દેવું વધી જતાં 1.5 લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. યુનિસેફના રિપોર્ટ મુજબ ભારતમાં 66.5 કરોડ લોકો પાસે આજે પણ ટોઇલેટ જેવી સુવિધા પણ નથી. વિશ્ર્વ બઁકના રિપોર્ટ મુજબ ભારતમાં પણ ઘણાં એવાં રાજ્યો છે, ઘણા એવા વિસ્તારો છે, જ્યાંના લોકોની સ્થિતિ સહરા, આફ્રિકાના લોકો કરતા પણ ખરાબ છે.
No work, No pay :
સાંસદો માટે આ કાયદો ઘડાવો જોઈએ?
ભ્રષ્ટાચાર કરી કરીને પોતાનું ઘર અને સ્વીઝ બઁકનું ખાતું ભરતા, ગરીબોની ચિંતા ન કરનારા અને મોંફાટ પગાર લઈને અદબ વાળીને કામ ન કરતા આપણા નેતાઓ આપણા માટે તો અનેક કાયદાઓ બનાવે છે, પણ શું આપણે પણ આ લોકો માટે એક કાયદો ન બનાવવો જોઈએ? No work, No pay. કામ નહિ તો પગાર પણ નહિ. થોડું લાજિક સમજો. આ લોકો આપણા થકી જ, આપણને આશ્ર્વાસન આપીને જ અહીં સુધી પહોંચી ગયા છે. એટલે આપણી મુશ્કેલી તેમની મુશ્કેલી ગણાય. આપણા દેશમાં આજે કામ મળવું ખૂબ જ મુશ્કેલ છે. ગ્લોબલાઇઝેશન પછી પણ આપણા દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધ્યું જ છે. આપણને, સામાન્ય વ્યક્તિને આજે કામ મળે છે તો પણ તેનું શોષણ થતું હોય છે, તેના પર ઓછું ધ્યાન અપાતું હોય છે, કામના બદલામાં ઓછું મહેનતાણું અપાય છે, ગમે ત્યારે નોકરીમાંથી કાઢી મુકાય છે. કામ મળે છે તો ક્યારેક ક્યારેક કામ કરાવ્યા પછી તેના પૈસા પણ મળતા નથી. આ છે સામાન્ય વ્યક્તિની અડચણો... તો સામાન્ય વ્યક્તિઓને સીડી બનાવી આગળ વધેલા નેતાઓની પણ આવી દશા થવી જોઈએ કે નહિ! ટૂંકમાં આપણને કામ ન મળે તો પૈસા પણ ન મળે, એક સામાન્ય વ્યક્તિ કામ ન કરે તો તેને પૈસા ન મળે... તો આ રાજનેતાઓ માટે પણ એવું હોવું જોઈએ કે નહિ... No work, No pay!હાલ આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે 9 નવેમ્બરથી સંસદનું કામકાજ ભ્રષ્ટાચારના મુદ્દે ઠપ છે. ભ્રષ્ટાચાર અહીં પણ આપણને નડે છે. સંસદ ન ચાલવાથી નુકસાન દેશના નાગરિકોનું થાય છે. સંસદનો ખર્ચ તમે સાંભળ્યો છે? ન સાંભળ્યો હોય તો વાંચો. સંસદની એક મિનિટની કાર્યવાહી પાછળ 26000 ‚પિયાનો ખર્ચ થાય છે. એટલે કે સંસદની એક દિવસની કાર્યવાહી પાછળ લગભગ 1 કરોડ 55 લાખ ‚પિયાનો ખર્ચ થાય છે. સંસદ ચાલે કે ન ચાલે આ ખર્ચ થતો રહે છે અને આપણા ગરીબ દેશના ધનવાન સાંસદોને તેની પરવા પણ નથી, કારણ કે તેમને જે પૈસા મળવાના છે તે તો મળવાના જ છે.આટલું ઓછું હોય તેમ હમણાં જ સાંસદોના પગારોમાં વધારો પણ થયો. હાલ સાંસદોનો પગાર 50,000 કરાયો છે જે પહેલાં 16000 ‚પિયા હતો. આ ઉપરાંત સંસદ ચાલુ હોય ત્યારે તેમને રોજના 2000 ‚પિયા એલાઉન્સ પેટે મળે છે. પહેલાં 1000 ‚પિયા હતા. આ ઉપરાંત તેમને ચૂંટણી વિસ્તારનું ભથ્થું અને પોતાની આફિસ ચલાવવાના ખર્ચ પેટે 45-45 હજાર ‚પિયા મળે છે જે થોડા મહિના પહેલાં 20-20 હજાર ‚પિયા મળતા હતા. તેમનું પેન્શન 8000 ‚પિયાથી વધારીને 20,000 ‚પિયા કરવામાં આવ્યું છે. લોકસભામાં 545 સભ્યો અને રાજ્યસભામાં 245 સભ્યો છે. કુલ ખર્ચનો અંદાજ તમે લગાવી શકો છો.સવાલ એ છે કે આ નેતાઓને આટલો બધો પગાર મળતો હોય તો તેમનું કામ પણ આટલું બધું હોવું જોઈએ ને! શું સંસદમાં હંગામો ઊભો કરવો, બાઝવું, ઝઘડવું એ જ તેમનું કામ છે? શું માત્ર મજાની નોકરી કરવા આ લોકો સાંસદો બની જાય છે? કેટલાક સાંસદો તો આરામથી સંસદની કાર્યવાહી પતી જાય પછી આવતા હોય છે અને હાજરી રજિસ્ટર પર પોતાની હાજરી નોંધાવી પોતાનું એલાઉન્સ નક્કી કરી રફુચક્કર થઈ જતા હોય છે. શું આ નેતાઓ માટે ‘નો વર્ક, નો પે’નો કાયદો ન ઘડાવો જોઈએ?જો કાયદાથી વાત કરીએ તો દર વર્ષે કમ સે કમ 100 દિવસ સંસદ ચાલવી જોઈએ. પણ આવું બનતું નથી. ગયા વર્ષે લોકસભાની કાર્યવાહી માત્ર 64 દિવસ ચાલી હતી. 2004માં લોકસભાની કાર્યવાહી માત્ર 48 દિવસ ચાલી હતી અને 2008માં માત્ર 46 દિવસ જ ચાલી હતી જે એક રેકોર્ડ છે.2004 અને 2008માં રાજ્યસભાની કાર્યવાહી માત્ર 46 દિવસ જ ચાલી હતી. સંસદમાં કાર્યવાહીનો સમય ઘટતો જાય છે, ભથ્થાં વધતાં જાય છે અને કામના નામે થાય છે તો માત્ર હોબાળો...! 50-60ના દાયકામાં સંસદમાં 130 દિવસ સુધી કાર્યવાહી ચાલતી હતી. 1956માં તો લોકસભાની કાર્યવાહી 151 દિવસ સુધી ચાલી હતી, પણ સમય બદલાયો છે. 1984માં આ સાંસદોને દર મહિને પગાર પેટે માત્ર 500 ‚પિયા મળતા હતા, આજે 500ના 50,000 થઈ ગયા છે, ત્યારે રોજનું એલાઉન્સ માત્ર 51 ‚પિયા મળતું હતું, આજે 2000 ‚પિયા મળે છે.હવે આટલો મોંઘો પગાર લેનારા જનતાના નોકરો કામ ન કરે તો તેમના માટે કંઈક તો આપણે કરવું જ પડે ને! કરવા જેવું કામ એક જ છે. No work, No payનો કાયદો લાવવા માગ કરો... ચિંતા ના કરો, આવી માગ કરવાથી પણ કંઈ થવાનું નથી કારણ કે કાયદો બનાવવો તો તેમના જ હાથમાં છે. આફિસ ઓફ પ્રોફ્ટિનો કાયદો યાદ છે ને! સંસદની કાર્યવાહી રોકવી એ લોકશાહીનો એક ભાગ જ‚ર છે પણ રોજ રોજ સંસદ ઠપ કરવી એ દેશનું નુકસાન ગણાવી શકાય. આપણા નેતાઓએ ડા. રાજેન્દ્રપ્રસાદ જેવા રાષ્ટ્રપતિને યાદ કરવા જોઈએ, જે પોતાનો પગાર પાછો આપી દેતા હતા. ગાંધીજી દેશમાં ફેલાયેલા કુપોષણને કારણે ઉપવાસ રાખતા હતા. ગાંધીજીના નામે ચરી ખાતા આ નેતાઓ ગાંધીજીને ખરા અર્થમાં ક્યારે સમજશે? જે દિવસે સમજશે તે દિવસે આ નેતાઓ પોતાનું રાજીનામું આપી દેશે અથવા આ દેશનો ઉદ્ધાર કરી દેશે! જોઈએ તેને કેટલી વાર લાગશે!
નકામી સલાહ...!!!
કરપ્શન, પોલિટિશિયન, પોલ્યુશન ભારતને ખાઈ રહ્યાં છે. આપણે નાગરિકોએ જાગૃત થવું પડશે. આપણું વર્તન, સ્વભાવ સુધારવો પડશે. ટ્રાફિક પોલીસવાળો આપણને ગુનો કરતાં પકડે તો આપણો જવાબ ‘મને જ કેમ પકડ્યો, આને કેમ પકડતા નથી’ એવો નહિ પણ ‘મને પણ પકડો, આને પણ પકડો’નો હોવો જોઈએ. સાંસદો આપણે જ ચૂંટીએ છીએ. એ આપણા નોકર છે.તેણે આપણા દેશ માટે શું - શું કર્યું તેનો જવાબ માગવાનો તમારો હક છે. જવાબ માગો, લડો, જવાબ મળશે. અને જો જ‚ર પડે તો તેના ખોટા કામ સામે આંગળી પણ ઉઠાવો. તમને હાલ એવું જ લાગશે, જવા દો ને યાર! આ બધું જ કરવું હોય તો નેતા ન બની જાત. બસ! આ જ છે આપણો સ્વભાવ. માટે વોટ આપીને ભ્રષ્ટાચારીઓને ગાળો આપવાની જ‚ર નથી. આપણે જ લાંચ આપતા - લેતા હોઈએ ત્યાં બીજાને શું કામ ગાળો આપીએ? આપણે આપણા સ્તરે લાંચ લઈએ છીએ. નેતાઓ તેમના સ્તરની લાંચ લે છે. અંતમાં એટલું જ કહી શકીએ કે રીપબ્લિક ડે અને ફ્રીડમ ડે ના ટ્રમ્પેટ વચ્ચે દબાઈ ગયેલી આપણી સ્વદેશી વેદના હવે કાયમ માટે કુંભકર્ણની જેમ ઊંઘી ગઈ છે. પ્રજાસત્તાક દિનના સૂરજની સાથે આપણી રાષ્ટ્રીયતા, દેશભક્તિ, સ્વભિમાન પણ આથમી જાય છે.ભ્રષ્ટાચાર સાથે આપણા નેતાઓનો સંબંધ વધુ છે. માટે અહીં માત્ર ભારતની બે નાની પણ મહાન સમસ્યાઓ જ રજૂ કરી છે. નેતાઓને આટલો બધો પગાર, એલાઉન્સ મળવા છતાં તેઓ કરપ્શન કરે છે, તો આપણે તો એક નાગરિક છીએ.કોમન મેન, યૂ નો! પણ એક વાત નિશ્ર્ચિત છે. દેશને જગાડવો હશે તો પહેલાં કોમન મેને જાગવું પડશે. કોમન મેન જાગશે તો તો કરપ્શન ભાગશે. અંતમાં વેણીભાઈ પુરોહિતની એક કવિતા મૂકું છું, આશા રાખુ છું ગમશે!!
બાપદાદાની બાંધેલ ડેલી
એક ફળીબંધ હોય હવેલી
ગામની ચિંતા ગોંદરે મેલી
એય... નિરાંતે લીમડા હેઠે ઢોલિયા ઢાળી...
સૌ, સૂતા હોય એમ કાં લાગે?
આપણામાંથી કો’ક તો જાગે...
આપણામાંથી કો’ક તો...

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.