બનાના રિપબ્લિક એટલે શું?




બનાના રિપબ્લિક
રતન ટાટાએ થોડા દિવસ પહેલા જ કહ્યુ કે સ્પેક્ટ્રમ કૌભાંડમાં સરકાર કાયદાનું પાલન નહિ કરાવે તો ભારતને ‘બનાના રિપબ્લિક’ બનતા વાર નહિ લાગે. ચાર વર્ષ પહેલા પાકિસ્તાનના પરવેઝ મુશરર્ફે પણ કહ્યુ હતુ કે પાકિસ્તાન કંઈ ‘બનાના રિપબ્લિક’ નથી અને હવે, આપણા શરદ પવાર પણ કહી રહ્યા છે, જો રતન ટાટા ભારત માટે ‘બનાના રિપબ્લિક’ શબ્દ વાપરતા હોય તો તે આપણા માટે ચિંતાનો વિષય ગણાય. આટલું વાંચીને તમને એક પ્રશ્ર્ન જ‚ર થયો હશે કે આ લોકો જે ‘બનાના રિપબ્લિક’ની વાત કરી રહ્યા છે તે વળી છે શું? તો આવો જાણીએ ‘બનાના રિપબ્લિક’ની રોચક વાતો... 

 ભારત ભ્રષ્ટ રાષ્ટ્ર છે. આ વાક્યને ચરિતાર્થ કરવા આપણા નેતાઓ તન-મન-ધનતોડ મહેનત પણ કરી રહ્યાં છે. ‘કામનવેલ્થ’ના ‘આદર્શો’ વેચી જે ટેલિકોમ્યુનિકેશનનું કૌભાંડ સરકારમાં ચાલી રહ્યુ છે તેનાથી ‘બનાના રિપબ્લિક’ નામનો શબ્દ હાલ આપણા મગજમાં ફરતો થઈ ગયો છે. તમે જ‚ર વિચારતા હશો કે આ ‘બનાના રિપબ્લિક’ છે શું? કેમ રતન ટાટા કહે છે કે કૌભાંડમાં આપણી સરકાર કાયદાનું પાલન નહિ કરાવે તો ભારતને ‘બનાના રિપબ્લિક’ બનતા વાર નહિ લાગે. એવું તો આ શબ્દમાં શું છે કે રતન ટાટાના આ નિવેદન પછી આપણા શરદ પવારને પણ કહેવુ પડે કે રતન ટાટા ભારત માટે ‘બનાના રિપબ્લિક’ શબ્દ વાપરે તો તે ચિંતાનો વિષય ગણાય. શું બનાના રિપબ્લિક એટલે સૌથી ખરાબ અને ભ્રષ્ટ રાષ્ટ્ર? ઉપરના શબ્દો પરથી તો તમને એવું જ લાગતું હશે! તો કલ્પ્ના કરવાનું છોડો આવો જાણીએ ‘બનાના રિપબ્લિક’ વિશે... બનાના રિપબ્લિકશું છે આ ‘બનાના રિપબ્લિક? સીધી ભાષામાં કહું તો ‘બનાના રિપબ્લિક’ એટલે એવો દેશ કે જેની અર્થવ્યવસ્થા ખેતી (ખાસ કરીને કેળા)ની આવક પર નિર્ભર હોય. હવે તમે કહેશો કે, તો પછી ભારત અને ‘બનાના રિપબ્લિક’ને શું લેવા-દેવા? પણ વાત હજુ પૂરી થઈ નથી. હવે સાંભળો બનાના રિપબ્લિકની બીજી બાજુ, જેનાથી સૌને પ્રોબ્લેમ હશે જ!‘બનાના રિપબ્લિક એટલે એવો દેશ જેનું શાસન બહુ થોડા ધનાઢ્ય લોકોના હાથમાં હોય, શાસનમાં લાંચ રુશવત સર્વસ્વીકૃત હોય (ભારતમાં છે?!), દેશની સરકાર વિદેશી એજન્ટો દ્વારા ચાલતી હોય (ભારતમાં ચાલે છે કે કેમ તે તમે નક્કી કરો?!), દેશની જાહેર સંપત્તિનું શોષણ કરી ખાનગી તિજોરીઓ ભરાતી હોય, દેશમાં વિકાસ તો નહિવત્ હોય પણ સાથે સાથે અપહરણ, હત્યા, આતંકવાદ, મિલિટરી બળવો, સગાવાદ સાવ સામાન્ય હોય, ચૂંટણીમાં ભરપૂર ગેરરીતી આચરાતી હોય, દેશમાં ગરીબ અને અમીરો વચ્ચેનું અંતર ઘણુ વધારે હોય, કુદરતી આફત વખતે સરકાર તેને પહોંચી વળવા સક્ષમ ન હોય. આવો દેશ એટલે ‘બનાના રિપબ્લિક’.‘ બનાના રિપબ્લિક’ની આટલી વ્યાખ્યા વાંચ્યા બાદ હવે તમે જ‚ર વિચારતા હશો કે આપણો દેશ ‘બનાના રિપબ્લિક’ બનવા તરફ જઈ રહ્યો છે? રતન ટાટાએ આ શબ્દ હાલ કેમ વાપર્યો હશે? જેમ હોય તે પણ હાલ આપણી સરકાર દ્વારા જેવું શાસન ચાલી રહ્યુ છે તેમાં કેટલાક અંશ આપણને ‘બનાના રિપબ્લિક’ના જ‚ર જોવા મળે.


ઓ. હેનરીએ આપ્યો ‘બનાના રિપબ્લિક’ શબ્દ

ઓ. હેનરી - અદ્ભુત અને વિચારપૂર્ણ ટૂંકી વાર્તાના આ લેખકને તો તમે જાણતા જ હશો. અહીં આપણે જે ‘બનાના રિપબ્લિક’ શબ્દની વાત કરી રહ્યાં છીએ તેનો સૌ પ્રથમ ઉલ્લેખ આ. હેનરીએ પોતાની એક નવલકથામાં કર્યો હતો. આ. હેનરીએ જ વિશ્ર્વને આ શબ્દ આપ્યો છે.1896માં અમેરિકાના ઓસ્ટીન શહેરમાં બઁકમાં નોકરી કરતા આ. હેનરી પર ઉચાપત કરવાનો આરોપ લાગે છે. આથી તે અમેરિકા છોડીને હોન્ડ્રરાસ (Honduras) નામના નાનકડા દેશમાં ચાલ્યો જાય છે. અહીં આ. હેનરીને ઘણા અનુભવો થાય છે. આ અનુભવમાંથી તેને ‘બનાના રિપબ્લિક’ શબ્દ મળી જાય છે. ત્યાર પછી તે આ અનુભવોને આધારે એક કેબેજીસ એન્ડ કિંગ્સ’ (Cabbages And Kings) નામની નવલકથા લખે છે. આ નવલકથાના આઠમા ચેપ્ટરમાં (The Admiral) આ. હેનરીએ ‘બનાના રિપબ્લિક’ શબ્દનો ઉપયોગ કર્યો છે.આ નવલકથાના આ ચેપ્ટરમાં આ. હેનરીએ એક ન્યુરિઆ નામના કાલ્પનિક દેશની વાત કરી છે. ન્યુરિઆ નામનો એક દેશ હોય છે. આ દેશમાં ખૂબ જ અરાજકતા ફેલાયેલી હોય છે. બળવાથી બચવા આ દેશનો પ્રેસિડેન્ટ ભાગી જાય છે પણ અધવચ્ચે જ પ્રેસિડેન્ટનું મૃત્યુ થાય છે.

 પ્રેસિડેન્ટના મૃત્યુ બાદ દેશના કહેવાતા દેશભક્તો ન્યુરિઆની ગાદી પર બેસી જાય છે. સત્તા, ગાદી મેળવ્યા પછી આ દેશભક્તો સત્તાનો ઉપયોગ કરી ‘કમાઈ’ લેવાનો એક પણ મોકો છોડતા નથી. ચારે બાજુ લાંચ રુશવત સર્વસ્વીકૃત બની જાય છે. ભ્રષ્ટાચારનું અદ્ભુત આલેખન આ ચેપ્ટરમાં વર્ણવામાં આવ્યું છે. આ ચેપ્ટરમાં કસ્ટમ વિભાગ એક નૌકાને જપ્ત કરી લે છે. નૌકાને જપ્ત કરી કરપ્ટ અધિકારીઓ તેનો બધો સામાન ચોરી લે છે અને નૌકાને સરકારની બતાવવાની કોશિશ કરે છે. હવે સરકારી તંત્રને નૌકાની તો જ‚ર છે જ પણ પ્રશ્ર્ન એ થાય છે કે તેને ચલાવે કોણ? એટલે ન્યુરિયાની મિનિસ્ટર આફ વાર કાગળ પર જ નૌકાદળની રચના કરી નાખે છે. આ માટે એક એડ્મિરલ નામના ખલાસીની નિમણૂંક પણ કરવામાં આવે છે.ન્યૂરિયા તો બનાના રિપબ્લિક છે, તેના બંધારણમાં નૌકાદળના નિભાવ અને મરામત માટે કોઈ જોગવાઈ હોતી નથી. 

માટે એડ્મિરલને નૌકાદળના નિભાવ માટે પોતાની રીતે (ઉપરની) કમાઈ લેવાની છૂટ મળે છે! ટૂંકમાં લાંચરુશવત લેવાની છૂટ મળે છે!!આવી નવલકથામાં ‘બનાના રિપબ્લિક’ની આ વ્યવસ્થાને સમજાવતી અદ્ભુત અને રોચક ઘટનાઓ છે.આટલુ વાંચ્યા પછી તમે ‘બનાના રિપબ્લિક’ શબ્દ સમજી જ ગયા હશો! ન સમજ્યા હોય તો કંઈ નહિ, પાકિસ્તાન અને બાંગ્લાદેશની વ્યવસ્થા આ હેનરીના ન્યુરિયા દેશની ‘બનાના રિપબ્લિક’ જેવી વ્યવસ્થા તરફ આગળ વધી જ રહી છે. થોડી રાહ જુઓ! કદાચ તમને ‘બનાના રિપબ્લિકનું’ પ્રેક્ટીકલ ઉદાહરણ મળી જાય!!

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.