અમોનિયમ નાઈટ્રેટનો 3500 ટન જેટલો જથ્થો ભારતમાંથી ગુમ થઈ જાય છે?!




* અમોનિયમ નાઈટ્રેટ બામ્બ માટે સૌથી પસંદગીના ઘટક તરીકે છે અને પૂણેમાં થયેલા સિરીયલ  બ્લાસ્ટમાં પણ તેનો ઉપયોગ થયો હોવાની બાબત સપાટી ઉપર આવી છે ત્યારે આટલો જંગી જથ્થો દર વર્ષે      લાપતા થઈ જવાની બાબત ચિંતા ઉપજાવે છે.
* દર વર્ષે ભારતનાં જુદાં જુદાં બંદરોથી 3500 ટન  કેમિકલનો જથ્થો લાપતા થઈ જાય છે.
*     બંદર ઉપર પરિવહન દરમિયાન તપાસ કે ચકાસણી કર્યા વગર પણ ઘણાને આ કેમિકલ વેચી દેવામાં                 આવે છે.
* એક બોમ્બ બનાવવા માટે એક કિલોગ્રામથી પણ ઓછા પ્રમાણમાં અમોનિયમ નાઇટ્રેટની જરૂર પડે છે.
         પૂણે અને અમદાવાદ બ્લાસ્ટમાં ઘણી સમાનતા છે

ઇન્ડિયન મુજાહિદ્દીન ફરીથી સક્રિય

પૂણેમાં 1લી આગસ્ટના દિવસે થયેલા સિરીયલ બ્લાસ્ટને આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનની આતંકવાદી પ્રવૃત્તિમાં એક નવા પ્રકરણ તરીકે જોવામાં આવે છે. ઇન્ડિયન મુજાહિદ્દીને તેની આતંકવાદી પ્રવૃત્તિ પુન: શરૂ કરી હોવાના સંકેત પણ મળી રહ્યા છે. ગુજરાત પોલીસ અમદાવાદ સિરીયલ બ્લાસ્ટ અને પૂણેમાં થયેલા બ્લાસ્ટના મામલામાં સમાનતાના કેસમાં તપાસ કરી રહી છે. ઇન્ડિયન મુજાહિદ્દીન દ્વારા અમોનિયમ નાઈટ્રેટ અને ફ્યુઅલ ઓઈલનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. આમાં તે વધુ કુશળતા ધરાવે છે તેવું પણ જાણવા મળ્યું છે. અમદાવાદમાં મળી આવેલા બામ્બ પણ આવી જ બનાવટના હતા. લખનૌ, ફૈઝાબાદ, વારાણસી, જયપુર અને હૈદરાબાદમાં મળી આવેલા બામ્બ પણ આવી જ બનાવટના હતા. સાથે સાથે બોમ્બ બ્લાસ્ટ કરવાનો સમય જે પસંદ કરવામાં આવ્યો હતો તે પણ સાંજનો હતો. ઉપરાંત બ્લાસ્ટ કરવા માટે સાઈકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. માર્કેટ વિસ્તારમાં જ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. પોલીસ અને લોકોને ગેરમાર્ગે દોરવા માટે જ એકસમાન રીતે બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. ગુજરાત હંમેશા આતંકવાદીઓના હિટલીસ્ટમાં રહે છે. ભવિષ્યમાં આ પ્રકારના હુમલા રોકવા વધુ પાકી ઈન્ટેલિજન્સ માહિતી એકત્રિત કરવાનો સમય છે. પોલીસ અધિકારીનું કહેવું છે કે ક્રાઈમ બ્રાન્ચની ટીમ જ પૂણેની મુલાકાત લઈ ચૂકી છે અને વિવિધ સંસ્થાઓના સંપર્કમાં છે.

બ્લાસ્ટમાં સમાનતા મળી આવી

અમદાવાદમાં 2008માં થયેલા સિરીયલ બ્લાસ્ટ અને પૂણેમાં 1લી આગસ્ટમાં થયેલા બ્લાસ્ટમાં ઘણી સમાનતા નજરે પડે છે, જે ગૂંચવણભરી સ્થિતિ સર્જે છે. સમાનતા નીચે મુજબ છે.

- અમદાવાદ સિરીયલ બ્લાસ્ટમાં અને પૂણે સિરીયલ બ્લાસ્ટમાં અમોનિયમ નાઈટ્રેટનો જ ઉપયોગ થયો હતો.

બંને જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરવા સાંજનો સમય જ પસંદ કરાયો.

બંને જગ્યાએ બ્લાસ્ટ માટે સાઈકલનો ઉપયોગ કરાયો.

- બંને જગ્યાઓએ માર્કેટમાં જ મુખ્ય રીતે બ્લાસ્ટ કરાયા.

અમોનિયમ નાઈટ્રેટનો જથ્થો ખોટા હાથમાં ન જાય તે માટે નવી વ્યવસ્થા ગોઠવાવાની તૈયારીમાં છે ત્યારે આ આંકડો વધુ ચિંતા ઉપજાવે છે. ગૃહમંત્રાલય અમોનિયમ નાઈટ્રેટના વેચાણ મામલે નવી નીતિ ટૂંકમાં જ અપ્નાવે તેવી શક્યતા છે. નવી વ્યવસ્થા જ આ કેમિકલના જથ્થાના યોગ્ય ઉપયોગ માટે કારણરૂપ બની શકે છે. સુરક્ષા સંસ્થાઓના જણાવ્યા મુજબ ભારત ઔદ્યોગિક ઉપયોગ માટે 3.5 લાખ ટન અમોનિયમ નાઇટ્રેટની આયાત કરે છે. આ આયાત પૈકીનો મોટાભાગનો જથ્થો વિશાખાપટ્ટનમમાં દરિયાઈ માર્ગ મારફતે પહોંચે છે. આયાતકારોની મોટી જવાબદારી આમાં દેખાતી નથી. 3500 ટન અમોનિયમ નાઇટ્રેટનો જથ્થો દર વર્ષે લાપતા થઈ જવાના અહેવાલ લા એન્ફોર્સમેન્ટ સંસ્થાઓની ઊંઘ હરામ કરે તેવો છે. ઘણી બધી ખામીઓ રહેલી છે જેના કારણે એમોનિયમ નાઇટ્રેટનો દૂરુપયોગ થાય છે. બંદર ઉપર પરિવહન દરમિયાન વેરીફાઈ કર્યા વગર પણ ઘણા સોર્સને આ કેમિકલ વેચી દેવામાં આવે છે. ઇન્ટેલિજન્સ અધિકારીઓનું કહેવું છે કે અમોનિયમ નાઇટ્રેટ મોટા પ્રમાણમાં લાપતા થઈ જવાની બાબત ખૂબ જ ઘાતક છે. સરકારે આ મામલામાં ગંભીર નોંધ લીધી છે.

સરકારે અગાઉ અમોનિયમ નાઇટ્રેટના મામલામાં કેટલીક નવી પહેલ કરી હતી. સરકારે આતંકવાદીઓ અને સમાજવિરોધી તત્ત્વોના હાથમાં અમોનિયમ નાઇટ્રેટ ન પહોંચે તે માટે આ રસાયણને 1884ના વિસ્ફોટક એક્ટ હેઠળ આવરી લેવાનો નિર્ણય કર્યો છે. કાયદામાં ફેરફારનો મતલબ એ થયો કે અમોનિયમ નાઇટ્રેટ પૈકી 45 ટકાથી વધુ તત્ત્વોને વિસ્ફોટક ગણવામાં આવશે. ગૃહમંત્રાલય હવે એક વિસ્ફોટક શોધક વ્યવસ્થા તૈયાર કરવા વાણિજ્ય મંત્રાલય મારફતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્માર્ટ ગવર્નમેન્ટ સાથે કામ કરી રહી છે.

ટિપ્પણીઓ નથી:

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.