સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક સ્વામી સહજાનંદ. એ દરેક માણસને સાદી ભાષામાં સદાચરણનો ઉપદેશ આપે.
એક વાર સંસ્કૃતના એક પ્રકાંડ પંડિત દીનાનાથ ભટ્ટ સહજાનંદ સ્વામીને મળવા આવ્યા. સ્વામીજીએ એમનું ભરપૂર આદર-સન્માન કર્યું. બંને વચ્ચે ચર્ચા શરૂથઈ.
સહજાનંદ સ્વામીએ પંડિતજીને પૂછ્યું કે, ‘આપ તો પ્રકાંડ વિદ્વાન છો, આપ્ની સર્વત્ર પ્રશંસા થાય છે. આપ્ની યાદશક્તિ પણ અજોડ કહેવાય છે. તો, એક પ્રશ્ર્ન પૂછું?’
પંડિતજી કહે : ‘પૂછો.’ સ્વામીજીએ પૂછ્યું : ‘આપ્ને કેટલા શ્ર્લોક મોઢે છે?’
પંડિત દીનાનાથ ભટ્ટ કહે : ‘પૂરા અઢાર હજાર, કહો તો ગાઈ સંભળાવું.’
સ્વામીજી કહે કે : ‘મારે સાંભળવા નથી. પણ એ શ્ર્લોકોમાંથી કેટલા આપ્ને મોક્ષ અપાવવામાં સહાયક બનશે?’
પંડિતજી વિચારમાં પડ્યા, આ દ્ષ્ટિએ તો કદી વિચાર્યું જ નહોતું. તેમને સમજાઈ ગયું કે શાસ્ત્રો માત્ર ગોખવાની વિદ્યા નથી. આંખો મીંચીને સમજ્યા વિના આચરવાના નિયમો નથી. માત્ર શબ્દોને પકડે છે તે સત્યને અને તેના સત્ત્વને ગુમાવે છે. પણ શબ્દના મર્મને આરાધે તે પરમાત્માની નજીક પહોંચે છે.
આવું જ તમામ વિદ્યાઓનું છે. સમજણ વિના માત્ર ગોખણપટ્ટી વિષયમાં પારંગત ન બનાવે.