વિવિધ વૃક્ષોની પૂજા કરવી એ આપણી પરંપરા છે. તેમાં પણ કેટલાંક વૃક્ષોની પૂજાનું આપણા ધર્મમાં ખાસ્સું મહત્ત્વ છે. એમાં પીપળાની પૂજાનું સૌથી વધુ મહત્ત્વ છે. આધ્યાત્મિક રીતે પીપળાને સૌથી વધુ પવિત્ર ગણાવ્યો છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે ‘અશ્ર્વત્થ સર્વવૃક્ષાણામ્’ મતલબ સમગ્ર વૃક્ષોમાં હું પીપળો છું કહીને તેનો મહિમા આંકી દીધો છે. પુરાણો મુજબ પીપળાના મૂળમાં વિષ્ણુ, થડમાં ‘કેશવ’, ડાળીઓમાં નારાયણ, પાંદડામાં ભગવાન હરિ અને ફળમાં સમસ્ત દેવતાઓનો વાસ હોય છે. ધર્મશાસ્ત્રો મુજબ પીપળાની પૂજા કરવાથી આયુષ્ય વધે છે અને તેને પાણી પાવાથી તમામ પાપોમાંથી મુક્તિ અને સ્વર્ગ મળે છે. પુરાણોમાં પીપળાના ઝાડમાં પિતૃઓનો વાસ હોવાનો પણ ઉલ્લેખ મળે છે. આયુર્વેદ મુજબ પીપળાનાં પત્તાં, ફળ, છાલ વગેરે અનેક બીમારીઓમાં અકસીર ઇલાજ છે. તેનાં ફળ ખાવાથી પેટના દુખાવામાં રાહત થાય છે, તો છાલના અંદરના ભાગમાંથી ‘દમ’ની દવા બને છે. તેનાં કોમળ પાંદડાંને ચાવીને ખાવાથી અને તેનાં છોડિયાંને ઉકાળીને પીવાથી ચામડીના રોગોમાં આરામ મળે છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરીને ઓક્સિજન છોડવાની ક્ષમતા પણ બેજોડ હોય છે.