દક્ષિણ ગુજરાતનું એક શહેર. કાપડના એક વેપારીની જબરી શાખ. લોકો તેની દુકાનમાં ભાવતાલ કરવાનો સમય ન બગાડે. એકવાર શેઠ કંઈક કામસર બહાર ગયેલા, ત્યારે ગુમાસ્તાએ કોઈ ઘરાકને રૂપિય 165ની સાડી 195માં આપી. શેઠે આવીને હિસાબ જોયો, બીલબુક ચકાસી. શેઠે ગુમાસ્તાને ખખડાવતાં કહ્યું, ‘આ સાડી તો 165ની છે, ઘરાકને 195માં કેમ આપી? ત્રીસ રૂપિયા વધારે ખંખેરી લીધા?’ ગુમાસ્તાએ માથું ઝુકાવીને કહ્યું, ‘શેઠ છાપેલી કિંમત વાંચવામાં મારી ગેરસમજ થઈ, માફ કરો.’ બીલમાં લખેલા સરનામે માણસ મોકલીને ગ્રાહકને દુકાને બોલાવ્યો, ગુમાસ્તાની ભૂલ બદલ માફી માગી, અને વધારાના પૈસા પાછા આપ્યા. આ છે વ્યવહારમાં પારદર્શીતા. પ્રામાણિકતાનો કોઈ વિકલ્પ નથી. એક સંતે કહ્યું છે કે પ્રામાણિકતા ખોટનો ધંધો પણ નથી. પ્રામાણિક વ્યક્તિની શાખને કારણે ગ્રાહકોની ભીડ જામે છે, બહોળો વેપાર બહોળો નફો પણ આપે છે.