કચ્છ : એશિયાનું એકમાત્ર સુરખાબનું પ્રજનન સ્થળ ધોરાડનું ઘર

kutch surakhab



કચ્છમાં ૩૫૦થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ છે. ૯૬૫થી વધુ પ્રકારની વનસ્પતિઓ છે. ૨૬થી વધુ પ્રકારનાં સસ્તન વર્ગનાં પ્રાણીઓ અને ૩૦થી વધુ સરીસૃપ જીવસંપદા વસવાટ કરી રહી છે.

ભારતમાં જોવા મળતાં દુર્લભ પક્ષીઓ અને કચ્છની વાત કરીએ તો ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ (ધોરાડ) ગુજરાતમાં માત્ર અબડાસામાં જ જોવા મળે છે. લાખોની સંખ્યામાં સુરખાબ મોટા રણમાં પ્રજનન કરવા આવે છે, જે એશિયાનું એકમાત્ર પ્રજનન કેન્દ્ર છે, મસ્કતી લટારો માત્ર કચ્છમાં જોવા મળે છે. મળતાવળી ટીટોડીનો કાયમી રેકોર્ડ માત્ર કચ્છનો જ છે. લાલ પગવાળો બાજ, ટપકી માખીમાર, લાલ પુંછ રોબીન, લાલ પીઠ લટારો  96.jpgસ્થળાંતરિત થતા મુલાકાત લેતા પ્રવાસી પક્ષીઓ છે. રવાઈડો ઘુવડ, નાનો હંજ, રૂપેરી પેણ, કલકલિયો, હુદહુદ, કુંજ, નવરંગ, બાજ, સર્પગ્રીવ, નીલશીર બતક, વાબગલીઓ, ધોમડો, લટોરા, કોશી, પીદ્દા, વૈયા, તારોડિયું, બુલબુલ, લેલા, દિવાડીઘોડા, ચકલી, સુઘરી, ગંદમ, ગાજહંસ જેવા અનેકવિધ પક્ષીઓ અહીં મુક્તપણે વિચરતાં જોવા મળે છે. ૧૯૯૮ના કંડલાના વાવાઝોડા સુધી કચ્છમાં ગીધની વસ્તી હજારોમાં હતી જે હાલના તબક્કે ઘટીને માત્ર ૯૦ જેટલાં જ બચ્યાં છે.

વન્યજીવોમાં હેણોત્રો એકમાત્ર કચ્છમાં જોવા મળતું સસ્તન વર્ગનું પ્રાણી છે. આ ઉપરાંત જરખ, ચિંકારા, વરુ, શિયાળ, લોમડી, દીપડો, ઘુડખર, નીલગાય સહિત વન્યસંપદા ધરબાયેલી છે. ઉપરાંત સેવરો, સાંઢો, પૂંછડીવાળાં સસલાં, નોળિયા સહિતની પ્રજાતિઓનું નિવાસસ્થાન કચ્છ છે.

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.