ગુજરાતના આ તાલુકમાં હાલ વરસાદ ધબડાટી બોલાવી રહ્યો છે…

sondadh varasad


છેલ્લા 24 કલાક દરમ્યાન 9 ઈંચથી વધુ વરસાદ...

ભારતના અનેક રાજ્યોમાં જોરદાર વવરસાદ છે ત્યારે  ગુજરાતમાં વરસાદ હજુ ઓછો છે. ખાસ કરીને શહેરોમાં હજી વરસાદ્ જોઇએ એટલો પડયો નથી. પણ હાલ ગુજરાતનો એક વિસ્તાર એવો છે જ્યાં વરસાદ ધબડાટી બોલાવી રહ્યો છે. ૨૪ કલાકમાં જ ૯ ઈંચ વરસાદ પડી ગયો છે. આ વિસ્તાર છે. ગુજરાતના સુરતનો સોનગઢ તાલુકો.



તાપી જિલ્લાના આ અદભૂત મનોરમ્ય સોનગઢ તાલુકામાં ૧૨ વર્ષ બાદ આવો વરસાદ પડ્યો છે. છેલ્લે આવો વરાસાદ અહિં વર્ષ ૨૦૦૬માં પડયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં અહિં ૨૩૫ મીમી વ્રસાદ નોંધાયો છે. એમાય શનિવારે સાંજે તો રીતસર આભ ફાટ્યુ હોય તેવો વરસાદ પડ્યો છે. જેનાથી નગરના નીચાણવાળા વિસ્તારના રસ્તા ઉપર જાણે તોફાની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.



એક જ દિવસમાં  ટકા વરસાદ…

એવું કહેવાઇ રહ્યું છે કે સીઝનનો  ટકા વરસાદ અહિ વરસી ગયો છે. માટે અહિંનું ચોમાસુ સારું છે. છેલ્લા ૨૪ કલાકમાં વર્ષનો ૫૦ ટકા વરસાદ અહિં પડી ગયો છે.



સોનગઢમાં 545 લોકો અસરગ્રસ્ત…

એક અંદજ પ્રમાણે અને મળતી માહિતી મુજબ સોનગઢમાં 134 ઘરમાં 545 લોકો અસરગ્રસ્ત બન્યા હતા. જેમાં મચ્છી બજારમાં 60 મકાનમાં 250, બાપા સીતારામનગર, ભરવાડ ફળિયુંમાં 6 મકાનોમાં 25, જલારામ વાડી એકતાનગર 7 મકાનોમાં 30 વ્યક્તિ, ડોકટર સોફ હોસ્પિટલની પાછળ 20 મકાનોમાં 70 વ્યક્તિઓ, ઇસ્લામપૂરા પોસ્ટ ફળિયામાં 6 મકાનમાં 30, યુવક મંડળ વિસ્તાર 8 મકાનમાં 30, સ્ટેશન રોડ નવી વસાહતમાં 15 મકાનમાં 60 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જનતા માર્કેટ વિસ્તારમાં 8 થી 10 દુકાનોમાં પાણી ભરાય ગયું હતું. જ્યારે નગરમાં ચાર વીજપોલ ધરાશય થઈ ગયા છે.

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.