નેતૃત્વનાં જરૂરી લક્ષણો આને હાલના કોઇ નેતા કે લોક્સાસભાની ચૂંટણી સાથે કોઇ લેવા દેવા નથી...

gujaratikemchho


એક રાજાને લોકપ્રિય બનવાનો ભારે અભરખો. લોકહિતનાં કામ પણ કરે, પણ સ્વભાવે તોછડો. કોઈનું સાંભળે નહિ. જે કરે તે તેને યશ ન આપે. એને એક સંતનો મેળાપ થયો, તેમની સામે વ્યથા ઠાલવી. સંત તો ફરતારામ, ઘણું જાણે, પ્રજાની રગ પણ પારખે.

તેમણે કહ્યું : મહારાજ, તમારો ઉદ્દેશ તો સારો છે, પરંતુ તમે રાજા હોવાના ગર્વથી કામ કરો છો. બીજાનું સાંભળતા નથી. પેલા ઘરડા રબારીએ કહ્યું હતું કે નદી પાંચ વર્ષે પટ બદલે છે, ત્યાં નાળું ન બંધાય. તમે માન્યું નહિ. આજ નાળું એક બાજુ ને નદી બીજી બાજુ છે. સંતે સલાહ આપી કે લોકોમાં ભળો, એમને સમજો, અનુભવીઓની સલાહ લો અને ‘આ મેં કર્યું’ એનો ગર્વ છોડો.

રાજાએ એમ કર્યું અને ખૂબ વાહવાહ મેળવી.

શાસકનાં, નેતાનાં લક્ષણો વર્ણવતો એક શ્ર્લોક વિષ્ણુસહસ્ર નામમાં છે :

अमानी मानदो मान्यो
लोकस्वामि त्रिलोकधृक्‌॥

જે મિથ્યાભિમાની નથી - પદ, પૈસા કે સત્તાનો ગર્વ કરતો નથી, અને બીજાને માન આપે છે તે લોકોમાં માન્ય બને છે. આ સ્વીકૃતિ તેને લોકહૃદયનો સમ્રાટ બનાવે છે, અને તેથી તે ત્રણ લોકના પાલક તરીકે પૂજાય છે. અહં અને અહંકારના ત્યાગ તથા અન્યો પ્રત્યેની સન્માનની ભાવના વિના લોકમાન્ય ન બની શકાય.

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.