ગણેશ ચતુર્થી નિમિત્તે વિશેષ । વિશ્વભરમાં ગણેશજી પૂજાય છે,
૩ કરોડ દેવી-દેવતાઓમાં પ્રથમ પૂજનીય ગણનાયક શ્રી ગણેશ માત્ર ભારતમાં જ નહીં વિશ્ર્વના અન્ય અનેક દેશોએ વંદનીય અને પૂજ્ય દેવતાના રૂપે સ્વીકાર્યા છે. ગણેશપૂજનની આ વૈશ્ર્વિક પરંપરા કયાંક જે તે સંસ્કૃતિમાં મૂળ રૂપે ઊતરી આવી હતી, તો કયાંક ભારતીય વ્યાપારીઓ, ઋષિ, મહર્ષિ અને રાજ પરિવારોના માધ્યમ થકી થયેલી જોવા મળે છે.
નેપાળમાં શ્રી ગણેશ
નેપાળમાં સનાતન કાળથી હિન્દુધર્મની બોલબાલા રહી છે તેથી સ્વાભાવિક રીતે જ અહીંના લોકોની નસેનસમાં હિન્દુ-ધર્મ-સંસ્કૃતિ વહી રહી છે. કહેવાય છે કે સમ્રાટ અશોકની પુત્રીએ નેપાળના કાઠમાંડુમાંના ભાલગાંઉમાં શ્રી ગણેશનું મંદિર બંધાવ્યું હતું. મંદિરમાં બે મૂષક (ઉંદર) પર સવાર ચાર ભુજાવાળી ગણેશની પ્રતિમા છે, પરંતુ આનો એ અર્થ નથી કે, નેપાળમાં ગણેશપૂજનની પરંપરા અશોકપુત્રી દ્વારા પહોંચી હતી. આગળ જણાવ્યું તેમ અહીં ગણેશપૂજનની પરંપરા સનાતન કાળથી ચાલી આવે છે. અહીં ગણેશને સૂર્યવિનાયક, વિઘ્નવિનાશક અને પ્રથમ પૂજ્ય દેવતાના રૂપે પૂજવામાં આવ્યા છે.
પ્રાચીનકાળથી તિબેટમાં ગણેશપૂજનની પરંપરા છે
નેપાળની માફક હિમાલયના ખોળે રમતા પ્રાકૃતિક દેશ તિબેટ પણ ભારતીય સંસ્કૃતિ અને ધર્મના વ્યાપક ક્ષેત્રનું એક અંગ રહ્યો છે. પરિણામે અહીં પણ પ્રાચીનકાળથી ગણેશપૂજનની પરંપરા રહી છે. અહીં ગણેશનો ભૂત-પિશાચ અને દુષ્ટોનો નાશ કરનારા દેવ તરીકે સ્વીકાર થયો છે. અહીં ભગવાન શ્રી ગણેશને ‘ઓકાપરક’ રૂપે પૂજવામાં આવે છે. અહીંનાં મકાનો, મંદિરોના દરવાજા પર આજે પણ ભગવાન શ્રી ગણેશની પ્રતિમાઓ સ્થાપિત જોવા મળે છે. જો કે અહીં ચીનના નિયંત્રણ બાદ અન્ય ધાર્મિક પરંપરાની માફક ભારતીય પરંપરાને પણ થોડો ધક્કો જરૂર લાગ્યો છે, તેમ છતાં આજે અહીં શ્રી ગણેશનું અસ્તિત્વ જળવાઈ રહ્યું છે.
અન્ય એક બૌદ્ધ દેશ મ્યાંમાર પણ શ્રી ગણેશનો મહિમા પ્રવર્તી રહ્યો છે. અહીંનાં બૌદ્ધ મંદિરોમાં માહિયાની રૂપે ગણેશ પ્રતિમાઓ જોવા મળવી સામાન્ય છે. સંગ્રહાલયમાં સંગ્રહાયેલી છે. ઇન્ડોનેશિયામાં પણ ગણેશપૂજનની પરંપરા રહી છે. અહીંના બાલી દ્વીપમાં જ્યારે રાજા-રાણીની પ્રતિમા બનાવવામાં આવતી ત્યારે તેની ડાબી બાજુએ ભગવાન શ્રી ગણેશની પ્રતિમા અચૂક બનાવવામાં આવતી, શ્રીલંકાના કોલંબોથી લગભગ ૨૦૦ કિ.મી. દૂર કદર ગામમાં આજે પણ ભવ્ય ગણેશ મંદિર ગણેશપૂજનની ગૌરવગાથા ગાતું અડીખમ ઊભું છે. ‘બોર્નિયા’માં તો આપણી માફક સાર્વજનિક રીતે ગણેશ ઉત્સવ મનાવવાની પરંપરા છે. કંબોડિયામાં ભગવાન શ્રી ગણેશ ‘કેનેસ’ તરીકે પૂજાય છે. ભારતની માફક જ અહીં વિવિધ મુદ્રાઓમાં ગણેશની ભવ્યાતિભવ્ય પ્રતિમાઓ જોવા મળે છે. ‘સ્યામ’ અને મંગોલિયા અને મલેશિયામાં પણ ભગવાન શ્રી ગણેશ જુદા-જુદા રૂપે પૂજાય છે.
જાપાનમાં શ્રી ગણેશ કાતિગેન તરીકે પૂજાય છે
જાપાનમાં ગણેશ કાતિગેન સ્વરૂપે પૂજાય છે. અહીં નિર્માણ પામેલી ગણેશપ્રતિમાઓમાં બેથી ચાર હાથ જોવા મળે છે. ઈ.સ. ૮૦૪માં જાપાનનો કોબોદાઈસ નામનો દાર્શનિક ધર્મની શોધ માટે ચીન પહોંચ્યો હતો. જ્યાં તેની મુલાકાત વજ્રબોધિ અને અમોધ્વજ નામના ભારતીય આચાર્ય વિદ્વાનો સાથે થઈ હતી. ૮૦૬માં તે જ્યારે જાપાન પરત ફર્યો ત્યારે તેની સાથે વજ્રધાતુનાં મહત્ત્વપૂર્ણ સૂત્રો અને ગણેશજીનાં ચિત્રો લઈ ગયો જે જાપાનમાં સુખ-સમૃદ્ધિના રૂપમાં પ્રચલિત થયા. અહીં ભગવાન શ્રી ગણેશનાં પાંચ રૂપો પ્રચલિત છે. ‘કોગો મઈતેન’ (છત્રવિનાયક), કોગો જિકીતેન (માલ્યવિનાયક), કાન્તિગેન (ભાગ્યવિનાયક), ગેંગો અતેન (ધનુર્વિનાયક) અને પાંચમાં જેબુ કુતેન (ખડગવિનાયક) અહીં તક ઓકે જિગોજી દરવર્ષે ગણેશ ઉત્સવનું આયોજન થાય છે.
સાત-સમંદરપાર ગણેશનો મહિમા
ભારતથી લાખો માઈલ દૂરના દેશોમાં પણ ગણેશનો મહિમા સદીઓથી પ્રવર્તી રહ્યો છે. યુનાનમાં ‘ઓરેનસ’ નામના એક દેવતાનું પૂજન કરવામાં આવે છે. તેમની પ્રતિમા આપણા શ્રી ગણેશ સાથે ઘણુંખરું સામ્ય ધરાવે છે. ગણેશનું એક નામ અરુણાસ્ય પણ છે સંભવિત છે કે ઓરેનસ શબ્દ પણ ‘અરુણાસ્ય’ પરથી જ આવ્યો હોય. બ્રાઝીલમાં પણ ખોદકામ દરમિયાન પાંચ હજાર વર્ષ જૂની ગણેશ પ્રતિમાઓ મળી આવી છે. મેક્સિકોના લોકો આજે પણ એક એવા દેવતાની પૂજા કરે છે જેમનું માથું હાથીનું છે અને બાકીનું શરીર માનવનું છે. ગ્રીકમાં ભગવાન શ્રી ગણેશને જૈનસ (બુદ્ધિના દેવ) તરીકે પૂજાય છે. અહીં આપણી માફક મંગળવારે ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવામાં આવે છે.
અફઘાનિસ્તાન ઈરાનમાં શ્રી ગણેશ :
અફઘાનિસ્તાનમાં શ્રી ગણેશ ‘અલિધુરાના’ નામથી પૂજાતા હતા. ઇરાનમાં પણ એક સમયે ‘ખડુરમજદા’ નામે ભગવાન ગણેશની ઉપાસના કરવામાં આવતી હતી. પારસીઓના પ્રસિદ્ધ જેન્દાઅવસ્તા નામના ગ્રંથમાં ભગવાન ગણેશ (અહરમજદા)નું મહિમાવર્ણન છે. મિશ્રના પ્રસિદ્ધ ઇતિહાસકાર હમીજ શ્રી ગણેશનું મહિમાગાન કરતાં લખે છે કે, તે બધા જ દેવોમાં અગ્રીમ દેવ છે. તે બુદ્ધિના અધિષ્ઠાતા છે જેનું નામ ‘એક્ટોન’ છે. બની શકે છે કે એક્ટોન શબ્દ ગણેશજીના એકંદતનો અપભ્રંશ હોય.
![]() |
Ganesha in a Japanese temple. (Wikimedia Commons) |
આ પણ જાણી લો
ભારતીય ઉપમહાદ્વીપના દેશો સહિત મધ્યએશિયાના ચીન, જાપાન અને મેક્સિકોમાં પણ ખોદકામ દરમિયાન ભગવાન ગણેશની પ્રતિમાઓ મળી આવી છે.
કંબોડિયા, બર્મા, મલેશિયા, થાઇલેન્ડ, જાવા, સુમાત્રા, તિબેટ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, નેપાળમાં પણ ભગવાન શ્રી ગણેશની પૂજા થાય છે.
ગ્રીકમાં ૧૮મી સદીના પ્રકાંડ સંસ્કૃત વિદ્વાન વિલિયમ જોન્સએ ત્યાંના જેનસ નામના દેવતાની તુલના ભગવાન
શ્રી ગણેશ સાથે કરતાં લખ્યું હતું કે, ગણેશમાં જે વિશેષતા જોવા મળે છે તે બધી જ ગ્રીક દેવતા જેનસમાં પણ છે.
ગણેશ-એ-મોનોગ્રાફ ઓફ ધ એલીફન્ટ ફેલ્ડ ગોડ’ મુજબ વિશ્ર્વના અનેક દેશોમાં ભગવાન શ્રી ગણેશની પ્રતિમા સદીઓ પહેલાં પહોંચી ગઈ હતી અને વિદેશોમાંથી મળી આવતી ગણેશ પ્રતિમાઓ વિભિન્ન સ્વરૂપમાં મળી આવી છે.
નવમી સદીના પૂર્વાર્ધમાં તિબેટમાં અનેક સ્થળો પર ભગવાન શ્રી ગણેશની પૂજા શરૂ થઈ ગઈ હતી.
ઈ.સ. સદીના પૂર્વાર્ધમાં ચીનના તુન-હ-આગમાં એક પહાડી પર ગણેશની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી હતી, જેની નીચે ચીની ભાષામાં લખાયેલું છે કે, આ હાથીઓનો અમાનુષ રાજા છે.
કંબોડિયાની પ્રાચીન રાજધાની અંગારકોટમાં મૂર્તિઓનો ખજાનો મળ્યો હતો. તેમાં ગણેશના વિવિધ રૂપોવાળી પ્રતિમાઓ છે.
ભગવાન
શ્રી ગણેશનાં મુખ્ય બાર નામોમાં
એક નામ ‘ભાલચંદ્ર’પણ
છે જેનો અર્થ માથા
પર ચંદ્ર ધારણ કરનાર
થાય છે.