દેશમાં અહીં ખૂલી છે ગધેડીના દૂદની પહેલી ડેરી, ૧ લીટર દૂધનો ભાવ જાણશો તો ચોંકી જશો

 ગધેડીના દૂધનું મહત્વ જાણશો તો તમે તેનો ઉપયોગ કરતા થઈ જશો…

અખબારોના રીપોર્ટ પ્રમાણે દેશમાં પહેલીવાર ગધેડીનું દૂધ વેચાવા જઈ રહ્યું છે. અને આ દૂધની એક લીટરની કિંમત કેટલી હશે ખબર છે? કિંમત હશે ૭૦૦૦ રૂપિયા. એટલે દેશમાં ખૂબ ટૂંક સમયમાં ગધેડીના દૂધની ડેરી શરૂ થવાની છે.


ગાયનું દૂધ, ભેંશનું દૂધ, બકરીનું દૂધ, ઊંટનું દૂધ તમે વેચાતું સાંભળ્યું હશે પણ તમે ક્યારેય ગધેડીના દૂધનું વેચાણ થયું હોય તેવું સાંભળ્યું છે? નહી સાંભળ્યું હોય કેમ કે ગધેડાને આપણે માત્ર બીજી રીતે જ જાણીએ છીએ. સામાન્ય રીતે આપણે કોઇને અપમાનિત કરવો હોય ત્યારે ગધેડા શબ્દનો ઉપયોગ કરતા હોઇએ છીએ, પણ ગધેડાની ઉપયોગીતાની આપણાને ખબર નથી અથવા આપણે તેને નજરઅંદાજ કરીએ છીએ.

અખબારોના રીપોર્ટ પ્રમાણે દેશમાં પહેલીવાર ગધેડીનું દૂધ વેચાવા જઈ રહ્યું છે. અને આ દૂધની એક લીટરની કિંમત કેટલી હશે ખબર છે? કિંમત હશે ૭૦૦૦ રૂપિયા. એટલે દેશમાં ખૂબ ટૂંક સમયમાં ગધેડીના દૂધની ડેરી શરૂ થવાની છે. હરિયાણામાં  રાષ્ટ્રીય અશ્વ અનુસંધાન કેન્દ્ર ( એનાઅરસીઈ) હિસારમાં આ ડેરી શરૂ થવા જઈ રહી છે. એનાઅરસીઈ હિસારમાં હાલારી નસ્લની ગધેડીના દૂધની ડેરી શરૂ થવાની છે. અહી ૧૦ જેટલી આ હાલારી નસ્લની ગધેડી મંગાવી લેવાઈ છે. હાલ તો તેનું બ્રીડિંગ કરવામાં આવી રહ્યું છે. 


તમને જણાવી દઈએ કે આ જે હાલારી નસ્લની ગધેડી તે ગુજરાતમાં જ વધારે જોવા મળે છે. ગુજરાતના જામનગરના હાલાર પંથકમાં આ હાલારી ગધેડાની સંખ્યા ખૂબ મોટા પાયે જોવા મળે છે. વિશ્વમાં ૧૭૮ પ્રકારના ગધેડાઓ પૈકી આ હાલારી ગધેડાઓની અનેક વિશેષતા છે. જાણકારોનું માનવું છે આ નસ્લની ગધેડીના દૂધમાં માણસની રોગશક્તિ પ્રતિકારક શક્તિ વધારવાની ક્ષમતા હોય છે. આ દૂધમાં દવાઓનો ખજાનો છે. કેન્સર, જાડીયાપણું, એલર્જી એવી અનેક બિમારી સામે લડવાની ક્ષમતા આ દૂધમાં રહેલી છે. આ માટે આ સંદર્ભના જાણકારો અને વિજ્ઞાનીઓની પણ મદદ લેવાઈ રહી છે. તેમનું માનવું છે કે આનાથી જરૂર ફાયદો થશે.


નાના બાળકો માટે આ દૂધ ઉપયોગી નીવડે તેવું કહેવાય છે. આ નસ્લની ગધેડીના દૂધમાં એન્ટીએજિંગ અને એન્ટી ઓક્સિડન્ટ નામના તત્વો હોય છે જે માનવ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તમને જણાવી દઈએ કે આ દૂધમાંથી અનેક બ્યુટી પ્રોડક્ટ જેવી કે સાબુ, લીપ બામ, બોડી લોશન પણ બને છે. 


YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.