શુભમન ગીલની શાનદાર અર્ધ સદી સાથે કોલકત્તાની ટીમે જીતનું ખાતું ખોલ્યુ, વાંચો રીપોર્ટ

 હૈદરાબાદ સામે કોલકત્તાની ૭ વિકેટે જીત, શુભમન ગીલ રહ્યો મેચનો હીરો

IPLની 13મી સીઝનની આઠમી મેચ આજે અબુધાબીમાં કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચેની મેચ કોલકત્તાએ ૭ વિકેટે જીતી લીધી છે. 



IPLની 13મી સીઝનની આઠમી મેચ આજે અબુધાબીમાં કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઇ હતી.  હૈદરાબાદે ટોસ જીતીને પહેલા બેટિંગ કરીને ૨૦ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૧૪૧ રન બનાવ્યા હતા. જેમાં મનિષ પાંડેએ ૩૮ બોલમાં ૫૩ રન અને ડેવિડ વોર્નરે ૩૦ બોલમાં ૩૬ રન બનાવ્યા હતા. 

હવે કોલકતાને જીત મેળવવા ૧૪૩ રન કરવાના હતા. આ માટે સુનિલ નારાયણ અને સુભમન ગીલ ઓપનિંગમાં આવ્યા પણ ઇનિગ્સના ત્રીજા બોલે જ સુનિલ નારાયણ આઉટ થઈ ગયો હતો. 53 રનમાં કોલકતાની ત્રણ વિકેટ પડી ગઈ હતી. પણ શુભમન ગીલ અને મોર્ગન વચ્ચે  ૭૩ બોલમાં ૯૨ રનની ભાગીદારી નોંધાઈ હતી. શુભમન ગીલે ૬૨ બોલમાં ૭૦ રન અને Eoin Morgan એ પણ ૨૯ બોલમાં ૪૨ રન કરી ટીમને જીત અપાવી.

ટોસ કોણે જીત્યો? નિર્ણય આ વખતે અલગ થયો…

ઉલ્લેખનીય છે કે યુએઈમાં આ બંને ટીમો પહેલીવાર આમને-સામને રમી હતી. આજની મેચમાં ડેવિડ વોર્નરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્યણ લીધો હતો. હૈદરાબાદના ડેવિડ વોર્નર આજે અલગ નિર્યણ કર્યો, મોટા ભાગે ઓસના કારણે ટીમો ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું વિચારતી હોય છે. આવું આગળની મેચો થઈ ચૂક્યું છે. પણ પરિણામ કંઇક અલગ આવ્યા. પહેલા બેટિંગ કરનાર ટીમને ફાયદો થતો જોવા મળ્યો, પહેલા બેટિંગ કરનારી ટીમની જીત આ આઈપીએલમાં વધારે થઈ છે. આગળની ૭ મેચમાંથી ૫ વાર આ ટૂર્નામેટમાં પહેલી બેટિંગ કરનાર ટીમ જીતી છે. ઉલ્લેખનીય વાત એ છે કે આ જીતનારી ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરી ન હતી પણ તે ટોસ હારીને ના છૂટકે પહેલા બેટિંગ કરી હતી. કેમ કે જાણકારોનો મત એવો છે કે બીજી ઇનિગ્સમાં અહીં ઓસ વધારે પડે છે તો બીજી ઇનિગ્સમાં  બોલિંગ કરવામાં મુશ્કેલી પડે છે. બોલ ભીનો થવાથી બોલર્સ બોલ પર બરાબર ગ્રીપ કરી શકતો નથી. એવું થાય છે પણ જીત પહેલા બેટિંગ કરનારી ટીમની જ થાય છે. આજે ઓસનો ડર હોવા છતાં પાછળની ૭ મેચના અનુભવના આધારે ડેવિડ વોર્નરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્યણ લીધો હતો. પણ આ વખતે પાછું ઊંધુ થયું. પહેલી બેટિગ કરનારી ટીમ આજે હારી ગઈ. 

મેચનો હીરો શુભમન ગીલ 

મેન ઓફ ધી મેચ રહ્યો શુભમન ગીલ.શુભમન ગીલ અને મોર્ગન વચ્ચે  ૭૩ બોલમાં ૯૨ રનની ભાગીદારી નોંધાઈ હતી. શુભમન ગીલે ૬૨ બોલમાં ૭૦ રન માર્યા હતા જેમાં તેણે ૧૧૨ની સ્ટ્રાઈક રેટથી ૨ સિક્સ અને ૫ ફોર મારી હતી. ઉલ્લેખનીય વાત એ છે શુભમન ગીલે ખૂબ ટેકનિકલ રમત બતાવી હતી. રાશિદ ખાન જેવા ધાતક બોલર પણ તેને હેરાન કરી શક્યા નહી. શુભમન આરામથી દરેક બોલરોને ફેસ કરતો હતો. 


સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમ

ડેવિડ વોર્નર (કેપ્ટન), મનીષ પાંડે, ભુવનેશ્વર કુમાર, રાશિદ ખાન, સંદીપ શર્મા, મોહમ્મદ નબી, અભિષેક શર્મા, જોની બેયરસ્ટો, ઋદ્ધિમાન સાહા, ટી. નટરાજન, પ્રિયમ ગર્ગ

કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) ની ટીમ

દિનેશ કાર્તિક (કેપ્ટન), શિવમ માવી, કુલદીપ યાદવ, પેટ કર્મિસ, સુનીલ નરેન, આંદ્રે રસેલ, નીતિશ રાણા, કમલેશ નાગરકોટી, વરૂણ ચક્રવતી


YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.