૧૮મી ઓવરમાં ૫ સિક્સ મારી કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP)ની જીતને હારમાં ફેરવી દીધી હતી.
IPLની 13મી સીઝનની આઠમી મેચ આજે રાજસ્થાન રોયલ્સ (RR)એ ૪ વિકેટે જીતી લીધી છે. પહેલા બેટિંગ કરીને કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP)એ ૨૨૩ રન બનાવ્યા હતી અને રાજસ્થાન રોયલ્સને ૨૨૪ રન બનવવાના હતા. ૧૭ ઓવર સુધી એવું લાગતું હતું કે આ મેચ કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) આ મેચ જીતી લેશે. પણ રાહુલ તેવટિયાએ શેલ્ડન કોટ્રેલની ૧૮મી ઓવરમાં ૫ સિક્સ મારી કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP)ની જીતને હારમાં ફેરવી દીધી હતી.
કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચેની મેચમાં આજે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સ્ટિવ સ્મિથએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્યણ કર્યો હતો. પંજાબે પહેલા બેટિંગ કરીને ૨૦ ઓવરમાં ૨ વિકેટ ગુમાવીને ૨૨૩ રન બનાવ્યા હતા. જેમાં મયંક અગ્રવાલે ૫૦ બોલમાં ૭ સિક્સ ૧૦ ફોર સાથે ૧૦૬ રન બનાવ્યા, લોકેશ રાહુલે ૫૪ બોલમાં ૭ સિક્સ અને ૭ ફોર સાથે ૬૯ રન બનાવ્યા, મેક્સવેલે ૧૩, પૂરને ૨૫ રન બનાવ્યા હતા.
રાજસ્થાન રોયલની શરૂઆત સારી અને અંત પણ સારો
રાજસ્થાનનો ઓપનર જોસ બટલર માત્ર ૪ રન બનાવીને આઉટ થઈ ગયો હતો પણ પાછળથી કેપ્ટન સ્ટીવ સ્મિથ અને સંજુ સેમસને જોરદારે બેટિંઅ કરી અને ૯ ઓવરમાં ૧૦૦ રન બનાવ્યા. કિંગ્સ ઇલેવન પંજાબએ પાવરપ્લેની ૬ ઓવરમાં શૂન્ય વિકેટે ૬૦ રન બનાવ્યા હતા પણ રાજસ્થાન રોયલ્સએ પાવર પ્લેની ૬ ઓવરમાં એક વિકેટે ૬૯ રન બનાવ્યા છે. જોકે ૫૦ રન બનાવીને લોંગ ઓફ તરફ શોટ મારવા જતા તે કેચ આઉટ થઈ ગયો હતો. તેના આઉટ થયા પછી ચોથા નંબરે રોબિન ઉથ્થપાની જગ્યાએ રાહુલ તેવટિયા બેટિંગ કરવા આવ્યો હતો. પછી તેવટિયાએ જે કર્યુ તે રોમાંચક હતું.
૧ ઓવરમાં ૫ છક્કા માર્યા
જેની ધીમી બેટિંગના કારણે કોમેન્ટેટર તેનો દાવ ડીક કરવાની વાત કરાતા હતા તેણે ૧૮મી ઓવરમાં ૫ સિક્સ મારીને મેચ પલટી નાખી. થયું એવું કે સ્મિથ આઉટ થયા પછી ચોથા નંબરે રોબિન ઉથ્થપાની જગ્યાએ રાહુલ તેવટિયા બેટિંગ કરવા આવ્યો હતો. તેને હિંટિગ કરવા જ સ્પેશિયલ આગળ મોકલવામાં આવ્યો હતો પણ શરૂઆતમાં ઓછા બોલમાં વધુ રન બનાવવાની જગ્યાએ ખૂબ બોલ બગાડ્યા. આથી કોમેન્ટ્રી બોક્ષમાં કોમેન્ટેટર પણ તેનો દાવ ડિક કરવાની વાતો કરવ લાગ્યા. પણ ૧૮મી ઓવરમાં આ જ તેવટિયાએ મેચ પલટી નાખી. તેણે શેલ્ડન કોટ્રેલની ૧ ઓવરમાં ૫ છક્કા માર્યા અને મેચ પોતાના તરફ કરી લીધી. કોમેન્ટેટરને પણ તેના વખાણ કરવા મજબૂર કરી દીધા.
મયંક અગ્રવાલે પણ જીત્યું દિલ…
આજની મેચમાં મયંક અગ્રવાલે શાનદાર બેટિંગ કરી. IPL 2020ની અત્યાર સુધીની૮ મેચમાં બે સદી બની છે અને એ બન્ને સદી પંજાબના ખેલાડી મયંક અગ્રવાલ અને લોકેશ રાહુલે બનાવી છે. મયંકની વાત કરીએઅ તો તેણે ૫૦ બોલમાં ૭ સિક્સ ૧૦ ફોર સાથે ૧૦૬ રન બનાવ્યા. પંજાબની પહેલી વિકેટ ૧૭મી ઓવરમાં પડી હતી પણ ત્યાં સુધીમાં પંજાબના ૧૮૩ રન થઈ ચુક્યા હતા.
IPLમાં સૌથી ઝડપી સદી મારનાર બીજો ભારતીય
ઉલ્લેખનીય વાત એ છે કે મયંક આ સદી સાથે IPLમાં સૌથી ઝડપી સદી મારનાર બીજો ભારતીય બની ગયો છે આ પહેલા સૌથી ઝડપી સદીનો રેકોર્ડ યુસુફ પઠાણના નામે છે, તેણે વર્ષ ૨૦૧૦માં મુંબઈ ઇન્ડિયન્સ સામે ૩૭ બોલમાં સદી ફટાકારી હતી. ત્રીજા નંઅરે મુરલી વિજય આવે છે જેણે ૨૦૧૦માં રાજસ્થાન સામે 46 બોલ સદી ફટકારી હતી અને ચોથા નંબરે વિરાટ કોહલી આવે છે, તેણે પંજાબ સામે ૨૦૧૬માં ૪૭ બોલમાં સદી મારી હતી.
સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ તૂટતા રહી ગયો
IPLની 13મી સીઝનની આઠમી મેચમાં આજે આ સીઝનની સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી નોંધાઈ છે. લોકોશ રાહુલ અને મયંક અગ્રવાલ વચ્ચે આજે પ્રથમ વિકેટ માટે ૧૮૩ રનની ભાગીદારી નોંધાવી હતી. જોકે IPLમાં હાઈએસ્ટ ઓપનિંગ પાર્ટનરશિપનો રેકોર્ડ જોની બેરસ્ટો અને ડેવિડ વોર્નરના નામે છે. તેમણે 2020માં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમતા રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 185 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. આજે બે રન માટે આ રેકોર્ડ તૂટતા રહી ગયો. જોકે આ ત્રીજા નંબરની પ્રથમ વિકેટની ભાગીદારી છે. બીજા નંબરે કોલકાતા નાઈટ રાઈડર્સના ક્રિસ લિન અને ગૌતમ ગંભીરની ૧૮૪ રનની ભાગીદારી આવે છે.
જોન્ટી રોડ્સે પણ આ ખેલાડીને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યુ
આઠમી ઓવરમાં રાજસ્થાન રોયલ્સના સંજે સેમસને એક કડક શોટ માર્યો, બોલ લગભગ બાઉન્ડ્રીની બહાર જ હતો પણ ત્યાં નિકોલસ પૂરણ ટાઈમસ આવી ગયો અને એક શાનદાર ડાઈ મારી ટીમના ૫ રન રોક્યા. પૂરણે તો કેચ પણ કરી લીધો હતો પણ તે બાઉન્ડીની બહાર હવામાં હતો. તે જમીન પર પડે તે પહેલા જ તેણે બોલ મેદાનમાં ફેંકી દીધો હતો. પૂરનની આ શાનદાર ફિલ્ડિંગ જોઇને તેમની ટીમનો ફિલ્ડીંગ કોચ જોન્ટી રોડ્સ પણ ખુશ થયો હતો અને તેણે પોતાની જગ્યા પર ઉભા થઈ તાળી સાથે પૂરનના આ પ્રયાસને વધાવ્યો હતો. તેને માન આપ્યુ હતું.
લીગમાં સૌથી મોટો સ્કોર બનાવનાર ભારતીય રાહુલ છે
બેગ્લોર સામે લોકેશ રાહુલે ૬૯ બોલમાં ૭ સિક્સ અને ૧૪ ફોર સાથે ૧૩૨ રન બનાવ્યા હતા. આ સાથે લોકેશ રાહુલે આ સીઝનની પહેલી સદી મારી અને તે લીગમાં સૌથી મોટો સ્કોર કરનાર ભારતીય પણ બન્યો હતો. તમને જણાવી દઈએ કે આ પહેલા આઈપીએલમાં સૌથી વધુ સ્કોર ઋષભ પંતના નામે હતો. તેણે ૨૦૧૮માં ૧૨૮ રન બનાવ્યા હતા. વિદેશી ખેલાડીની વાત કરીએ તો આ રેકોર્ડ ડેવિડ વોર્નરના નામે હતો તેણે ૧૨૬ રન બનાવ્યા હતા. હવે આ બન્ને રેકોર્ડ લોકેશ રાહુલના નામે નોંધાયા છે. એક ઇનિગ્સમાં સૌથી વધુ રન મારનારા વિદેશી ખેલાડીઓની યાદી હોય કે ભારતીય ખેલાડીઓની યાદી હોય, બન્નેમાં હવે લોકેશ રાહુલ સૌથી આગળ છે.
રાજસ્થાનની ટીમ: સ્ટીવ સ્મિથ (કેપ્ટન),સંજુ સેમસન, જોસ બટલર, રોબિન ઉથપ્પા, રિયાન પરાગ, શ્રેયસ ગોપાલ, ટોમ કરન, જયદેવ ઉનડકટ, જોફરા આર્ચર, રાહુલ તેવટિયા અને અંકિત રાજપૂત
પંજાબની ટીમ: લોકેશ રાહુલ (કેપ્ટન), મયંક અગ્રવાલ, નિકોલસ પૂરન, ગ્લેન મેક્સવેલ, સરફરાઝ ખાન, કરુણ નાયર, જિમી નિશમ, રવિ બિશ્નોઇ, એમ. અશ્વિન, મોહમ્મદ શમી, શેલ્ડન કોટરેલ