ચેન્નાઈ સુપર કિંગ્સ સામે દિલ્હી કેપિટલ્સની શાનદાર જીત

 બન્ને ટીમ આઈપીએલમાં એક બીજા સામે કુલ ૨૨ મેચ રમી હતી 

જેમાં ૧૫ ચેન્નાઈએ અને  મેચ દિલ્હીએ જીતી છે.

આજે IPLની 13મી સીઝનની 7મી મેચ ચેન્નાઈ સુપરકિંગ્સ(CSK) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે  દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. જે મેચ ૪૪ રને દિલ્હી કેપિટલ્સે જીતી લીધી છે. ચેન્નાઈ સુપરકિંગ્સે દિલ્હી કેપિટલ્સ સામે 176 રનનો પીછો કરતા ૨૦ ઓવરમાં વિકેટે માત્ર ૧૩૧ રન કર્યા હતા.



મેન ઓફ ધી મેચ - પૃથ્વી શો

ડ્રીમ૧૧ ગેમ ચેન્જર ઓફ ધી મેચ - પૃથ્વી શો

સુપર સ્ટ્રાઇકર ઓફ ધી મેચ - પૃથ્વી શો


આજે IPLની 13મી સીઝનની 7મી મેચ ચેન્નાઈ સુપરકિંગ્સ(CSK) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે ક્રિકેટ મેચ દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. ચેન્નાઈ સુપરકિંગ્સ(CSK)ના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતી લીધો હતો અને બધાને આશા હતી તેમ તેણે પહેલા બોલિંગ કરવાની પસંદ કરી. ધોનીએ આજની મેચમાં પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો હતો. તેણે લુંગી ગિડીનીની જગ્યાએ ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડને ટીમમાં સામેલ કર્યો હતો અને બીજી બાજુ દિલ્હી કેપિટલ્સમાં આર. અશ્વિન ઇજાગ્રસ્ત હોવાથી તેના સ્થાને અમિત મિશ્રા અને મોહિત શર્માના સ્થાને આવેષ ખાનને ટીમાં જગ્યા મળી હતી.

દિલ્હી કેપિટલ્સના ૨૦ ઓવરમાં ૩ વિકેટે ૧૭૫ રન

પહેલા બેટિંગ કરીને દિલ્હી કેપિટલ્સે ૨૦ ઓવરમાં ૩ વિકેટે ૧૭૫ રન બનાવ્યા હતા. જેમાં તેમની ઓપનિંગ જોડી શિખર ધવન અને પૃથ્વી શોએ મળીને ૯૪ રનની ભાગીદારી નોંધાવી હતી. પૃથ્વી શોએ ૧ સિક્સર અને ૯ ચોક્કા સાથે ૪૩ બોલમાં ૬૪ રન બનાવ્યા હતા. શિખર ધવને પણ ૨૭ બોલમાં ૩૫ રન, ઋષંભ પંતે ૨૫ બોલમાં ૩૭ રન, શ્રેયાંસ ઐયરે ૨૨ બોલમાં ૨૬ રન ફટકાર્યા હતા. ધોનીની ટીમમાંથી પીયુષ ચાવલાએ ૪ ઓવરમાં ૩૩ રન આપી ૨ વિકેટ લીધી હતી.

ચેન્નાઈ સુપર કિંગ્સ ૨૦ ઓવર ૭ વિકેટ માત્ર ૧૩૧ રન

ચેન્નાઈ સુપરકિંગ્સે દિલ્હી કેપિટલ્સ સામે 176 રનનો પીછો કરતા ૨૦ ઓવરમાં વિકેટે ૧૩૧ રન કર્યા હતા. ધોનીની ટીમ પહેલાથી જ ખૂબ ધીમુ રમી. જેનું પરિણામ એવું આવ્યું કે વિકેટ હોવા છતાં રનરેટ ખૂબ વધી ગઈ અને ધોનીની ટીમ ૧૭૬ રનનો સ્કોર ન બનાવી શકી. 

ધોનીની ટીમમાં ડુપ્લસીએ ૩૫ બોલમાં ૪૩ રન બનાવ્યા હતા, બાકી કોઇ ખેલાડી ચાલી  શક્યો નહી. દિલ્હીની ટીમની બોલિંગની વાત કરીએ રબાડાએ ૨૬ રન આપી ૩ વિકેટ ઝડપી હતી, તો એનરિચ નોર્ટજે પોતાની ચાર ઓવરમાં માત્ર ૨૧ રન આપી ૨ વિકેટ લીધી હતી. આ ઉપરાંત અક્ષર પટેલ ૧ વિકેટ લીધી હતી.

મહેન્દ્રસિંહ ધોની આવું કેમ કરે છે…

22 સપ્ટેમ્બરે મહેન્દ્રસિંહ ધોનીની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ સામે હારી ગઈ હતી. જેમા મહેન્દ્રસિંહ ધોની છઠ્ઠા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. છેલ્લે છેલ્લે તેણે ઉપરા ઉપરી છક્કાઓનો વરસાદ કર્યો પણ છતાં ધોની બેટિંગ કરવા આવે તે પહેલા ખૂબ મોડું થઈ ગયું હતુ. આ સંદર્ભે ક્રિકેટના વિશેષજ્ઞોએ ધોનીની ટિકા પણ કરી, ટિકા એવી કે ધોનીએ આટલું પાછળ બેટિગ કરવા ન આવવું જોઇએ. થોડું વહેલા આવવું જોઇએ. જોકે આ વાતથી ધોનીને કોઇ લેવા-દેવા ન હોય તેમ આજે પણ તે છઠ્ઠા નંબરે જ બેટિંગ કરવા આવ્યો. અને ત્યારે પણ ખૂબ મોડુ થઈ ગયું હતું.

છતા આજે ટોસ જીતીને પહેલા બોલિંગ કેમ?

ઉલ્લેખનીય વાત છે આઈપીએલમાં બધા કેપ્ટન ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કરે છે કારણ કે બીજી ઇનિગ્સમાં અહીં ઓસ વધારે પડે છે જેને કારણે બોલ ભીનો રહે છે અને બોલિંગ કરવામાં મુશ્કેલી પડે છે પણ આગળની  મેચ જોતા તો એવું લાગે છે કે અહીં પહેલા બોલિંગ નહી પણ બેટિંગ કરવી સારી. કેમ કે પહેલી બેટિંગ કરનારી ટીમ અહીં જીતી રહી છે. દુબઈના મેદાન પર રમાયેલી કુલ T-20ની ૬૧ મેચ રમાઈ છે જેમાંથી 34વાર  પ્રથમ બેટિંગ કરનારી ટીમની જીત થઈ છે અને  26 પ્રથમ બોલિંગ કરનારી ટીમની જીત થઈ છે. આજે પણ પહેલા બેટિંગ કરનારી ટીમ જીતી છે.

 

દિલ્હીની ટીમ : શ્રેયસ ઐયર (કેપ્ટન), શિખર ધવન, પૃથ્વી શો, શિમરોન હેટમાયર, ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, માર્કસ સ્ટોઈનિસ, અમિત મિશ્રા, કગીસો રબાડા, એનરિચ નોર્ટજે અને આવેષ ખાન

 ચેન્નાઈની ટીમ : એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), શેન વોટ્સન, ફાફ ડુ પ્લેસીસ, મુરલી વિજય, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, સેમ કરન, પિયુષ ચાવલા, દિપક ચહર અને જોશ હેઝલવુડ

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.